શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર: પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી વિરુદ્ધ મોટી કાર્યવાહી, 70 બેંક ખાતા સીલ, 350 સભ્યની ધરપકડ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામી સંગઠન વિરુદ્ધ સરકારે મોટી કાર્યવાહી કરી છે. ગુરુવારે આ સંગઠનને પર પ્રતિબંધ લગાવ્યા બાદ ત્રીજા દિવસે 70 થી વધુ બેન્ક ખાતા સીઝ કરી દીધાં છે અને કિશ્તવાડમાં દરોડા દરમિયાન 52 કરોડ રૂપિયા પણ જપ્ત કર્યા છે. અત્યાર સુધી કેટલાક નેતાઓ સહિત 350 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે તેનો સંબંધ આતંકી સંગઠનો સાથે છે.
જમાત-એ-ઇસ્લામી સંગઠન પર ગુરુવારે પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંગઠન પર આતંકવાગીઓ સાથે સાંઠગાંઠનો આરોપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા સુરક્ષા પર ઉચ્ચસ્તરીય બેઠક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેર કાનૂની ગતિવિધિ અધિનિયન (Unlawful Activities (Prevention) Act અંતર્ગત આ સંગઠન પર પ્રતિબંધ લગાવતા ખાસ સૂચના જારી કરી હતી.
એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પની 4 બિલ્ડીંગો થઈ તબાહ, સરકાર પાસે છે તસવીરો
જમાત વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન તેના અનેક મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના 200થી વધુ સભ્યોને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવ્યા છે. આ સંગઠન પાસે 4500 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું અનુમાન છે. જો કે આ કાયદેસર છે કે ગેરકાયદે તે અંગે તાપસ ચાલી રહી છે.
પાકિસ્તાનનું વધું એક જુઠ્ઠાણું, આંતકી જૈશ-એ-મોહમ્મદના બચાવમાં કહી આ મોટી વાત....
સરાકારી અધિકારીએનું કહેવું છે કે સંગઠન કાશ્મીર ઘાટીમાં અલગાવાદિઓ અને કટ્ટરપંથિઓના પ્રચાર પ્રસાર માટે જવાબદાર મુખ્ય સંગઠન છે અને તે આતંકી સંગઠન હિજ્બૂલ મુજાહિદીનને અને હુર્રિયત કૉંફ્રેન્સના ગઠન માટે જવાબદાર છે. તેના માટે પૈસાની વ્યવસ્થા અને આશ્રય આપવા સંબંધિત તમામ પ્રકારની મદદ કરતું આવ્યું છે. જમાત સંગઠન અંતર્ગત 400 સ્કૂલ, 350 મસ્જિદ કામ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion