શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: કુપવાડામાં સુરક્ષા દળે બે આતંકીઓને કર્યા ઠાર
શ્રીનગર: ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના ખુમરિયાલ વિસ્તારમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા દળે બે આતંકીઓને ઠાર કર્યા છે. કુપવાડાના એસએસપી અંબરકર શ્રીરામ દિનકરે જણાવ્યું કે સેનાની 28 RR અને એસઓજીની સંયુક્ત ટીમે ખુમરિયાલમાં સર્ચ ઑપરેશન ચલાવ્યું હતું. તે દરમિયાન સુરક્ષાદળ પર આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી.
તેના બાદ જવાબી કાર્યવાહી કરતા સુરક્ષાદળે બે આંતકીઓને ઠાર કરી દીધાં હતા. એસએસપીએ જણાવ્યું કે, સુરક્ષા દળે બન્ને આંતકીઓના મૃતદેહ જપ્ત કર્યા છે. તેઓની પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા છે. આ આંતકીઓ પાસેથી પોલીસકર્મી પરથી લૂટેલી ઈંસાસ રાઈફલ પણ જપ્ત કરવામાં આવી છે. આતંકીઓની ઓળખ હિજ્બુલ જહૂર અને બિલાલ તરીકે થઈ છે. આ બન્ને સ્થાનિક આતંકીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement