![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Targeted Attack Budgam: જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ બે પરપ્રાંતીય મજૂરો પર ગોળીબાર કર્યો, એકનું મોત, એક દિવસમાં બીજી ઘટના
Budgam Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ બે પરપ્રાંતીય મજૂરો પર ગોળીબાર કર્યો છે, જેમાંથી એક કામદારનું મોત થયું છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
![Targeted Attack Budgam: જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ બે પરપ્રાંતીય મજૂરો પર ગોળીબાર કર્યો, એકનું મોત, એક દિવસમાં બીજી ઘટના Jammu kashmir news Targeted Attack Budgam Terrorists Fire Upon 2 Labourers In Budgam District Targeted Attack Budgam: જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ બે પરપ્રાંતીય મજૂરો પર ગોળીબાર કર્યો, એકનું મોત, એક દિવસમાં બીજી ઘટના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/02/621649baf0e10bf2f2192daa20bb8886_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jammu Kashmir Target Killing: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારના મગરેપોરામાં આતંકવાદીઓએ બે પરપ્રાંતીય મજૂરો પર ગોળીબાર કર્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, એક મજૂરને હાથમાં અને બીજાને ખભામાં ગોળી વાગી હતી. બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બિહારના રહેવાસી મજૂર દિલખુશને SMH હોસ્પિટલ પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અન્ય મજૂરનું નામ ગોરિયા છે, જે પંજાબના ગુરદાસપુરનો છે. હુમલા બાદ તરત જ હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઘાટીમાં 1 મે પછી આ ત્રીજી વખત છે જ્યારે હિન્દૂ સરકારી કર્મચારીની હત્યા કરવામાં આવી છે. આ સાથે છેલ્લા એક મહિનામાં ટાર્ગેટ કિલિંગનો આ આઠમો કેસ છે.
બેંક કર્મચારીની ગોળી મારીને હત્યા
આજે 2 જૂને વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ બેંક પરિસરમાં મૂળ રાજસ્થાનના વતની બેંક મેનેજર વિજય કુમારની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે વિજય કુમાર દક્ષિણ કાશ્મીર જિલ્લાની ઈલાકાઈ દેહાતી બેંકની અરેહ મોહનપોરા શાખામાં મેનેજર હતા. તે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત થયું હતું.
બેંક મેનેજર વિજય કુમારની હત્યાને લઈને કાશ્મીરી પંડિતોએ ઘાટીમાં ઈમરજન્સી બેઠક યોજીને ત્રણ મોટા નિર્ણયો લીધા છે.વિવિધ ટ્રાન્ઝિટ કેમ્પના કાશ્મીરી પંડિતોએ કાશ્મીર માઈનોરિટી ફોરમના બેનર હેઠળ બેઠક યોજી હતી. તેણે બેંક અધિકારી વિજય કુમાર સહિત તમામ ટાર્ગેટ કિલિંગના હુમલાઓની નિંદા કરી અને તેને કાયરતાપૂર્ણ કૃત્યો ગણાવ્યા.
આવતીકાલે ગૃહમંત્રી સુરક્ષા અંગે બેઠક કરશે
બીજી બાજુ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 3 જૂને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને અન્યો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આજે પણ ગૃહમંત્રીએ આંતરિક સુરક્ષાના મુદ્દે NSA અને RAW ચીફ સાથે બેઠક કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)