Jammu-Kashmir: જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં અથડામણ, બે આતંકીને ઠાર મરાયા
સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના પટ્ટન વિસ્તારના ક્રીરી ગામમાં બુધવારે (3 મે) રાત્રે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કરી દીધું હતું. આ ઓપરેશનમાં તેણે બે આતંકીઓને ઠાર કર્યા હતા. સૈન્ય અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર, ઓપરેશનમાં તેમની પાસેથી એક AK 47, એક પિસ્તોલ અને અન્ય દારૂગોળો મળી આવ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું કે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
#UPDATE | Two terrorists neutralised in Baramulla encounter. Identification being ascertained. Incriminating materials, arms & ammunition including 01 AK 47 rifle and one pistol recovered: Kashmir Zone Police
— ANI (@ANI) May 4, 2023
સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. જે બાદ તેણે ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે દરમિયાન આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ આ સમયે ઘાટીમાં ઘણા આતંકી સંગઠનો સક્રિય છે. જેને ખતમ કરવા માટે સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
5 જવાનો શહીદ થયા હતા
તાજેતરમાં આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેનાના કાફલાને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ, આ ઘટનાની જવાબદારી આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ લીધી હતી.
આ ઘટના પહેલા જમ્મુના બહાર વિસ્તાર સિધરામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ આ અથડામણમાં 3 આતંકીઓ માર્યા ગયા હતા. સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર તેમને વિસ્તારમાં 2-3 આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરીને ત્રણેય આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ઓલ આઉટ શરૂ કરવામાં આવ્યું છે.
Jammu Kashmir: પાકિસ્તાનના આતંકી જૂથો તરફથી હુમલાની ધમકીઓ વચ્ચે શ્રીનગરમાં G20 બેઠકની તૈયારી, હાઇલેવલ બેઠક યોજાઇ
G20 Meeting In Srinagar: પાકિસ્તાનના કેટલાક આતંકવાદી જૂથો તરફથી હુમલાની ધમકીઓ વચ્ચે જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરમાં આગામી G20 બેઠક માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી છે. એન્ટી-ડ્રોન ટેક્નોલોજી, NSG અને મરીન કમાન્ડોઝ (MARCOS)નો ઉપયોગ અને આત્મઘાતી, ડ્રોન, IEDs, સ્ટેન્ડ-ઓફ અને ગ્રેનેડ હુમલાઓનો સામનો કરવા સહિતની તૈયારીઓ કરવામા આવી રહી છે.
મંગળવાર (2 મે) ના રોજ શ્રીનગરમાં એક ઉચ્ચ-સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ હતી જ્યાં સુરક્ષા દળોના ટોચના અધિકારીઓએ આગામી G-20 કાર્યક્રમના શાંતિપૂર્ણ સંચાલનની ખાતરી કરવા માટે સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરી હતી. ભારતીય સેનાના વિશેષ એકમો તમામ મદદ કરશે. ઉંચી જગ્યાઓ અને કોરિડોરને સુરક્ષિત કરવામાં આવશે.
NSG અને MARCOS કમાન્ડો તૈનાત રહેશે
J&K માં પ્રથમ વખત NSG કમાન્ડોનો ઉપયોગ J&K પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સાથે ડ્રોન હુમલા, આત્મઘાતી હુમલા, આતંકવાદીઓનો સામનો કરવા, વાહન આધારિત IED અથવા કોઈપણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે આતંકવાદ વિરોધી કામગીરીમાં કરવામાં આવશે. જ્યારે MARCOS કમાન્ડોને સરોવર અને નદીની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવશે કારણ કે સમિટનું સ્થળ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર Dal Lakeના કિનારે છે