શોધખોળ કરો
ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ભાજપમાં ટિકિટ માટે ધમાસાણ, મંત્રી સરયૂ રાયે કહ્યું- નથી જોઈતી ટિકિટ
ભાજપે શનિવારે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું હતું. આ લિસ્ટમાં ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. બીજેપીના સીનિયર નેતા સરયૂ રાયને હજુ સુધી ટિકિટ ફાળવવામાં આવી નથી.

રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ફાળવણીને લઈ ધમાસાણ શરૂ થઈ ગયું છે. પાર્ટીના સીનિયર નેતા અને રાજ્ય સરકારના મંત્રી સરયૂ રાયે શનિવારે બળવાના એંધાણ આપતાં કહ્યું કે, મારે બીજેપીની ટિકિટ નથી જોઈતી. સરયૂ રાયે બે વિધાનસભામાંથી ઉમેદવારી પત્ર ખરીદ્યું છે. જેનો સંકેત છે કે તેઓ બે જગ્યાએ ચૂંટણી લડશે. સરયૂ રાય સીએમ રઘુવર દાસ અને સરકારના આલોચક માનવામાં આવે છે.
સરયૂ રાય જમશેદપૂર પશ્ચિમથી ભાજપના સાંસદ છે. જો તેમને ટિકિટ નહીં ફાળવવામાં આવે તો અપક્ષ ઉમેદવાર તરીકે જમશેદ પૂર્વ સીટ પરથી મુખ્યમંત્રી રઘુવર દાસ સામે ચૂંટણી લડી શકે છે.
ભાજપે શનિવારે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું હતું. આ લિસ્ટમાં ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. તેની સાથે જ બીજેપીની સહયોગી આજસૂએ પણ એક યાદી જાહેર કરી છે. બીજેપીના સીનિયર નેતા સરયૂ રાયને હજુ સુધી ટિકિટ ફાળવવામાં આવી નથી.BJP has issued a list of 40 star campaigners for the 1st phase of the upcoming #JharkhandAssemblyPolls. PM Modi, party President Amit Shah, party Working President JP Nadda & BJP MP from Gurdaspur, Sunny Deol are among the star campaigners. Elections begin from 30th November. pic.twitter.com/Sfl47JohaF
— ANI (@ANI) November 16, 2019
સરયૂ રાય જમશેદપૂર પશ્ચિમથી ભાજપના સાંસદ છે. જો તેમને ટિકિટ નહીં ફાળવવામાં આવે તો અપક્ષ ઉમેદવાર તરીકે જમશેદ પૂર્વ સીટ પરથી મુખ્યમંત્રી રઘુવર દાસ સામે ચૂંટણી લડી શકે છે.
વધુ વાંચો





















