શોધખોળ કરો
Advertisement
ઝારખંડઃ આ સીટો પર PM મોદી અને અમિત શાહે ગજવી હતી સભાઓ, જાણો શું આવ્યું ત્યાં પરિણામ ?
પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે પાંચ વખત ઝારખંડ આવ્યા અને 9 સભાઓ કરી હતી.
રાંચીઃ ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીએ જીતવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે કોઈ કસર નહોતી છોડી. પરંતુ તેમ છતાં ભાજપ બીજી વખત સત્તામાં આવી શક્યું નથી.
પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે પાંચ વખત ઝારખંડ આવ્યા અને 9 સભાઓ કરી હતી. જે સીટ પર પીએમ મોદીએ રેલી કરી ત્યાં આ પ્રકારે પરિણામ આવ્યા.
પ્રથમ તબક્કોઃ
ગુમલાઃ ભાજપ ઉમેદવાર મિસિર કુઝૂરની હાર
ડાલટનગંજઃ બીજેપી ઉમેદવાર આલોક કુમાર ચૌરસિયાની જીત.
બીજો તબક્કો
ખૂંટીઃ બીજેપી ઉમેદવાર નીલકંઠ સિંહ મુંડાની જીત.
જમશેદપુરઃ જમશેદપુર પૂર્વથી સીએમ રઘુવર દાસ અને જમશેદપુર પશ્ચિમથી ભાજપ ઉમેદવાર દેવેન્દ્ર નાથ સિંહની હાર.
ત્રીજો તબકકો
બરહીઃ બીજેપી ઉમેદવાર મનોજ કુમાર યાદવની હાર.
ચોથો તબક્કો
બોકારોઃ બીજેપી ઉમેદવાર વિરંચી નારાયણની જીત.
પાંચમો તબક્કોઃ
દુમકાઃ બીજેપી ઉમેદવાર લુઈસ મરાંડીની હાર, હેમંત સોરેનની જીત.
બરહેટઃ બીજેપી ઉમેદવાર સિમોન માલ્ટોની હાર, હેમંત સોરેનની જીત.
ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ તબક્કામાં મનિકા અને લોહરદગા, બીજા તબક્કામાં ચક્રધરપુર, બહરાગોડા, ચોથા તબક્કામાં ગિરિહીડ, દેવઘર અને બાઘમારામાં ચૂંટણી સભાને સંબોધી હતી. જ્યાં આ મુજબના પરિણામ રહ્યા હતા.
પ્રથમ તબક્કો
મનિકાઃ બીજેપી ઉમેદવાર રઘુપાલ સિંહની હાર.
લોહરદગાઃ ભાજપ ઉમેદવાર સુખદેવ ભગતની હાર.
બીજો તબક્કો
ચક્રધરપુરઃ ભાજપ ઉમેદવાર અને ઝારખંડ બીજેપીના અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવાની હાર.
બહરાગોડાઃ બીજેપી કેન્ડિડેટ કુણાલ ષાડંગીની હાર.
ચોથો તબક્કો
ગિરિડીહઃ ભાજપ ઉમેદવાર નિર્ભય કુમાર શાહબાદીની હાર.
દેવઘરઃ ભાજપ ઉમેદવાર નારાયણ દાસની જીત.
બાઘમારાઃ બીજેપી ઉમેદવાર ડુલૂ મહતોની જીત.
ઝારખંડ ચૂંટણીઃ ભાજપે કઈ સીટ માત્ર 285 વોટથી ગુમાવી, જાણો વિગત
શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન
આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement