શોધખોળ કરો

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન?

2020ની શરૂઆત ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 શ્રેણીથી કરશે. શ્રેણીની પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે.

નવી દિલ્હી : શ્રીલંકા સામે ટી-20 અને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા અને મોહમ્મદ શમીને  શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે પસંદગી સમિતિના સભ્ય, એમએસકે પ્રસાદે પાંચ સભ્યોની સિમિતિ બેઠકની મીટિંગ બાદ ટીમની જાહેરાત કરી હતી. બંને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં રમશે. રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો. શમીએ પણ વન ડે સીરિઝમાં શાનદાર બોલિંગ કરી હતી. જ્યારે ઇજામાંથી પાછા ફરેલા શિખર ધવન  અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વન-ડે અને ટી-20 ટીમમાં વાપસી થઈ છે. શિખર ધવનને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચ દરમિયાન ઈજા થઈ હતી. જેના કારણે ઘૂંટણમાં 25 ટાંકા લેવા પડ્યા હતા. બુમરાહ છેલ્લા ચાર મહિનાથી મેદાનમાંથી બહાર હતો, તેની કમરમાં સ્ટ્રેસ ફ્રેક્ચર હતું. બુમરાહે વિશાખાપટ્ટનમમાં નેટ્સમાં બોલિંગ કરી હતી. આ પછી તેને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. બુમરાહ ટીમમાં આવવાથી ટીમ ઇન્ડિયાની બોલિંગ મજબૂત બનશે. બુમરાહ શ્રીલંકા સામે ટી-20 શ્રેણી પહેલા કેરળ સામે રણજી મેચ રમશે. બુમરાહ ગુજરાત ટીમનો સભ્ય છે. 2020ની શરૂઆત ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 શ્રેણીથી કરશે. શ્રેણીની પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. બીજી ટી-20 મેચ 7 જાન્યુઆરીએ ઇન્દોરમાં અને ત્રીજી ટી-20 મેચ 10 જાન્યુઆરીએ પૂણેમાં રમાશે. આ પછી ઓસ્ટ્રેલિયા સામે વન ડે સીરિઝ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. પ્રથમ મેચ 14 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી 17 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી મેચ 19 જાન્યુઆરીએ બેંગલોરમાં રમાશે. આ શ્રેણી પછી ટીમ ઇન્ડિયા પાંચ ટી-20 મેચ, 3 વન-ડે અને 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે.
શ્રીલંકા વિરુદ્ધ ટી-20 ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, યુઝર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, મનીષ પાંડે, વોશિંગ્ટન સુંદર અને સંજૂ સૈમસન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, કેદાર જાધવ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝર્વેન્દ્ર ચહલ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર અને  બુમરાહ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
ઋષભ પંત બન્યો સુપરમેન! હવામાં ઉડીને પકડ્યા 2 અદભૂત કેચ, મેચની બાજી જ પલટી નાખી, જુઓ Video
ઋષભ પંત બન્યો સુપરમેન! હવામાં ઉડીને પકડ્યા 2 અદભૂત કેચ, મેચની બાજી જ પલટી નાખી, જુઓ Video
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
Embed widget