Jharkhand Train Accident: ઝારખંડના કોડરમામાં મોટો ટ્રેન અકસ્માત, માલગાડીના 53 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
આ ઘટનામાં લોકો પાયલોટ અને ગાર્ડ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટના બાદ કોલસા ભરેલા તમામ વેગન રેલવે લાઇન પર વેરવિખેર થઈ ગયા હતા.
Jharkhand Train Accident: ધનબાદ ડિવિઝનના કોડરમામાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. કોડરમા અને માનપુર રેલવે સેક્શન વચ્ચે ગુરપા સ્ટેશન પર કોલસાથી ભરેલી માલગાડીના 53 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના સવારે 6.24 કલાકે બની હતી. પૂર્વ મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ટ્રેન કોલસાથી ભરેલી હતી, ડબ્બાઓ પાટા પરથી ઉતરી જવાને કારણે 50 થી વધુ વેગન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે, જ્યારે કેટલાક વિખરાયેલા છે. જ્યારે અનેક બોક્સ એકબીજા ઉપર ચઢી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાવડા નવી દિલ્હી ગ્રાન્ડ કાર્ડ રેલવે સેક્શનના ગુરપા સ્ટેશન પાસે ગુડ્ઝ ટ્રેનના એન્જિનની બ્રેક ફેલ થવાના કારણે આ દુર્ઘટના થઈ હતી.
ગયા-ધનબાદ વચ્ચે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ
આ ઘટનામાં લોકો પાયલોટ અને ગાર્ડ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટના બાદ કોલસા ભરેલા તમામ વેગન રેલવે લાઇન પર વેરવિખેર થઈ ગયા હતા. અકસ્માત સમયે એટલો જોરદાર અવાજ થયો હતો કે આસપાસના ગ્રામજનો રેલવે લાઇન તરફ દોડી આવ્યા હતા. આ ઘટનામાં રેલ્વેના ટ્રેક્શન પોલ અને વાયર પણ તૂટી ગયા છે. અકસ્માત બાદ રેલવે પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. બીજી તરફ, નવી દિલ્હી-હાવડા ગ્રાન્ડકાર્ડ રેલ્વે લાઇન પર ગયા ધનબાદ સ્ટેશન વચ્ચે રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
53 wagons of a coal-laden goods train derailed at Gurpa station between Koderma and Manpur railway section of Dhanbad division at 6.24 am today, resulting in disruption of rail traffic on Up and Down lines. There have been no casualties in the incident: East Central Railway pic.twitter.com/xc49NUicmB
— ANI (@ANI) October 26, 2022
ધનબાદ રેલ્વે ડિવિઝન તરફથી મળેલી માહિતી મુજબ ગુડ્સ ટ્રેનના 53 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ સંબંધમાં ધનબાદ, ગોમો અને ગયાના અકસ્માત રાહત વાહનો અને અધિકારીઓની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઝંડી પછી ગુરપા સુધી લગભગ 30 કિમી ઘાટ સેક્સનનો ઢાળનો વિસ્તાર છે. અકસ્માતની દૃષ્ટિએ આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂતકાળમાં પણ અહીં ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કિસ્સા સામે આવ્યા છે.