શોધખોળ કરો

Independence 2024: આઝાદી પહેલા 7 ઓગસ્ટની સાંજે જિન્નાહે દિલ્લી છોડ્યું અને કહ્યાં આ શબ્દો.. જાણો વિભાજન પહેલાની ધટના

Independence 2024: મોહમ્મદ અલી ઝીણા આઝાદી પહેલા જ 7 ઓગસ્ટ 1947ની સાંજે કાયમ માટે કરાંચી જતાં રહ્યાં ભારતીય ઉદ્યોગપતિ રામકૃષ્ણ દાલમિયાની કારમાં તેઓ એરપોર્ટ ગયા હતા.

Independence 2024:7 ઓગસ્ટ, 1947ના રોજ, દિલ્હીમાં બફારો અને ઉકળાટ હતો આ સમયે દિલ્લી પાલમ એરપોર્ટ પર એક ડકોટા વિમાન તૈયાર ઉભું હતું,  સાંજનો સમય હતો.  પ્લેન એ વ્યક્તિની રાહ જોઈ રહ્યું હતું જે ખરેખર આ દેશના ભાગલા માટે જવાબદાર હતો. ભારતની ધરતી પર આ તેમનો છેલ્લો દિવસ હતો. તે પછી તે ક્યારેય તે ભૂમિ પર પાછા ફરવાના ન હતા, જ્યાં તેનો જન્મ થયો હતો અને જેણે તેને ઓળખ આપી હતી.

સાંજે 3 થી 4 ની વચ્ચે, 10, ઔરંગઝેબ રોડ પરથી એક કાર નીકળી અને પાલમ એરપોર્ટ તરફના રસ્તાઓ પર દોડવા લાગી. આ કારમાં ડ્રાઈવર સિવાય માત્ર બે જ લોકો હતા. રામકૃષ્ણ દાલમિયા દ્વારા આ વ્યક્તિને એરપોર્ટ પર મૂકવા માટે આ કાર ખાસ મોકલવામાં આવી હતી. કારમાં સવાર વ્યક્તિ મોહમ્મદ અલી ઝીણા હતા. તેમની સાથે તેમની બહેન ફાતિમા જિન્નાહ પણ હતી.

જિન્નાહને વિદાય આપવા માટે માત્ર થોડા લોકો જ પાલમ પહોંચ્યા હતા.

જ્યારે તે પાલમ પહોંચ્યો ત્યારે તેને આશા હતી કે, ઘણા લોકો તેને વિદાય આપવા આવશે પરંતુ  ઊલટું બહુ ઓછા લોકો ત્યાં હાજર હતા. એરપોર્ટ શાંત હતું. જિન્નાએ ત્યાં હાજર લોકો સાથે હાથ મિલાવ્યા. ઝડપી પગલાં સાથે સોનેરી રંગના ડકોટા તરફ આગળ વધ્યો. આ બ્રિટિશ રોયલ એરફોર્સનું પ્લેન હતું, જે તેમને  14 ઓગસ્ટથી પાકિસ્તાન થનાર દેશમાં લઇ જવાનુ હતું.        

ઝીણા ઝડપથી સીડીઓ ચઢીને પ્લેનમાં ગયા. પછી મેં દરવાજામાંથી ફરીને જોયું તો ત્યાંથી દિલ્હી દેખાતું હતું. તે પોતાની સીટ તરફ આગળ વધ્યો. તેઓ ટેઇક ઓફ સમયે દિલ્હીને જોતા રહ્યાં. જ્યાં સુધી  ઈમારતો નાની થતી ગઈ એક બિંદુમાં ન ફેરવાઇ ગઇ ત્યાં સુધી તે એક નજરે તેને જોતા રહ્યાં પછી કહ્યું “આ પણ ખતમ થઇ ગયું” બાદ તે આખી યાત્રા દરમિયાન કશું જ બોલ્યા નહિ.

71 વર્ષીય મોહમ્મદ અલી ઝીણા દેશના વિભાજન પછી  ઉદય થયેલા નવા  દેશ પાકિસ્તાનનું નેતૃત્વ કરવાના હતા. વિભાજન     પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ થઈ હતી. લાખો શરણાર્થીઓ પોતાની જમીન છોડીને બીજા દેશોમાં જઈ રહ્યા હતા.

દિલ્હીનું ઘર દાલમિયાને વેચવામાં આવ્યું હતું

જિન્નાનો આ દિવસ ઘણી વ્યસ્તતા વચ્ચે પસાર કર્યાં હતા. કરાચી જતાં પહેલા ઝીણાએ 10, ઔરંગઝેબ રોડ પર આવેલું તેમનું ઘર ઉદ્યોગપતિ રામ કૃષ્ણ દાલમિયાને 3 લાખ રૂપિયામાં વેચી દીધું હતું. જોકે, દાલમિયાએ પાછળથી આ ઘર ડચ એમ્બેસીને પણ વેચી દીધું હતું.  હાલ તેમાં  ડચ રાજદૂતો રહે છે.

દિવસ દરમિયાન ઘણા લોકોને મળ્યા

તે દિવસ દરમિયાન ઘણા લોકોને મળ્યો. દાલમિયા પણ તેમને મળવા આવ્યા હતા. ઝીણાની પુત્રી દીના વાડિયા તે દિવસે મુંબઈમાં હતી. પરંતુ  તેની સાથે કોઇ વાત થઇ ન હતી  કે તે તેને મળવા આવ્યો ન હતો તે તેની પુત્રી પર ગુસ્સે હતો. તેણે નેવિલ વાડિયા સાથે તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા. પુત્રીએ તેની સાથે પાકિસ્તાન જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

માઉન્ટબેટને રોલ્સ રોયસ ભેટમાં આપી

ભારત છોડતા પહેલા ઝીણાને લોર્ડ માઉન્ટબેટન તરફથી બે ભેટ મળી હતી. સૌપ્રથમ, તેણે તેના એડીસી એહસાન અલી તેમને સોપ્યા, જેઓ પાકિસ્તાન જઈને ઝીણાના રોજિંદા કામનો ભાગ બનવા જઈ રહ્યા હતા. તેમને તેની રોલ્સ રોયસ કાર પણ ભેટમાં આપી હતી.

કરાચીમાં વાતાવરણ અલગ હતું

પ્લેન સીધું મૌરીપુર (મસરૂર) ખાતે લેન્ડ થયું, જે કરાચીની એરસ્ટ્રીપ હતી. જ્યાં  50 હજારથી વધુ લોકો તેમના સ્વાગત માટે કરાચીની આ હવાઈપટ્ટી પર એકઠા થયા હતા. એરપોર્ટ ‘કાયદ-એ-આઝમ ઝિંદાબાદ’, ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાથી ગૂંજી રહ્યું હતું. એરપોર્ટથી તેમનો કાફલો કરાચીની સડકો પર નીકળ્યો હતો. રસ્તાની બંને બાજુએ લોકો તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. ઝીણાએ તેમનું મુંબઈનું ઘર એ વિચારીને વેચ્યું ન હતું કે,તે ફરી અહીં ભવિષ્યમાં ક્યારેક આવશે પરંતુ  પરંતુ આવું ક્યારેય ન બન્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Embed widget