શોધખોળ કરો
Advertisement
આતંકી બુરહાન વાનીના બહાને ઉમર ખાલિદે ફરી ઓક્યું ઝેર, બુરહાનને ગણાવ્યો ક્રાંતિકારી
નવી દિલ્હી: બુરહાન વાની પર દેશદ્રોહના આરોપી અને જેએનયૂના વિદ્યાર્થી ઉમર ખાલિદે એક નિવેદન આપ્યું છે. ઉમરે બુરહાનની હિમાયત કરીને તેને ડાબેરી ક્રાંતિકારી સાથે જોડી દીધો છે.
જેએનયૂ વિદ્યાર્થીસંઘના અધ્યક્ષ કન્હૈયાનો સાથી ખાલિદ હાલના દિવસોમાં જામીન ઉપર બહાર છે. ત્યારે એક ટીવી ચેનલે ખાલિદનો સંપર્ક કર્યા હતો પરંતુ તેને કંઈ બોલવાનો ઈનકાર કરી દીધો હતો.
દેશદ્રોહના આરોપી અને જેએનયૂના વિદ્યાર્થી ઉમર ખાલિદે પોતાના ફેસબુક પેજ પર આ પોસ્ટની સાથે બુરહાન વાનીને શહીદ સાબિત કરવાની કોશિશ કરી છે. ઉમરે ફેસબુક ઉપર લખ્યું હતું કે, ‘ચે ગ્વેરાએ કહ્યું હતું કે, જો હું મરી પણ જાઉ તો મને કંઈ ફર્ક પડતો નથી. જ્યાં સુધી બીજો કોઈ મારી બંદૂક ઉઠાવીને ગોળીઓ ચલાવતો રહશે. કદાચ આ શબ્દ બુરહાન વાનીએ પણ કહ્યા હશે. બુરહાન મોતથી ડરતો નહોતો, તે એવી જિંદગીથી ડરતો હતો જે બંદિશમાં જીવી શકે. તેને હંમેશા તેનો વિરોધી રહ્યો હતો. તે આઝાદ જીવ્યો અને આઝાદ મર્યા. ભારત, તુ એવા લોકોને કેવી રીતે હરાવીશ, જેમને પોતાના ડરને હરાવી દીધો છે. હંમેશાં તાકતવર રહો બુરહાન. કાશ્મીરના લોકોની સાથે પુરી સહાનુભૂતિ. #FreeKashmir ”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement