શોધખોળ કરો
પુલવામા હુમલો: કયા જાણીતા બિઝનેસમેને કહ્યું કે, સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ખતમ કરવી જોઈએ
નવી દિલ્હી: જાણીતા ઉદ્યોગપતિ અને જેએસડબલ્યૂ ગ્રુપના ચેરમેન સજ્જન જિંદલને પુલવામા આતંકી હુમલા પર ભારે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકારે સંસદ સત્ર બોલાવીને 370 કલમને ખતમ કરી દેવી જોઈએ. તેમણે આરપારની કાર્યવાહી પર જોર આપતા કહ્યું હતું કે, સરકાર જમ્મૂ અને કાશ્મીરને વિષેશ અધિકાર આપતી કલમ 370ને ખતમ કરવાની પહેલ કરે ત્યાર બાદ જુઓ કઈ પાર્ટી તેનું સમર્થન કરે છે અને કંઈ નથી કરતી.
સજ્જન જિંદલે કહ્યું હતું કે, આતંકવાદીઓને સબક શિખવાડવાનો આ જ સમય છે. આપણે આ સમસ્યાને હમેશાં માટે ખતમ કરવાની જરૂર છે. આપણાં દેશમાં કોઈએ પણ આ કાયર હુમલાનો સપોર્ટ કરવો જોઈએ નહીં.
કોઈપણ આપણી ઉપર હુમલો કરે તો આપણે નિર્ણાયક રીતે કોઈપણ પગલું ઉઠાવી શકીએ છીએ. પુલવામામાં જ્યારે સેનાનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે જેઈએમના ફિદાયીન હુમલાખોરે વિસ્ફોટથી ભરેલી કારથી સીઆરપીએફની બસને ટક્કર મારી હતી. જેમાં 40 સૈનિકો શહીદ થયા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement