શોધખોળ કરો
Advertisement
દિલ્હી હિટ એંડ રન કેસ: સગીર આરોપી પર પુખ્તની જેમ ચાલશે કેસ
નવી દિલ્હી: દેશમાં પહેલી વખત સગીર ઉપર વયસ્ક આરોપીને જેમ કેસ ચાલશે. દિલ્હીમાં એપ્રિલ મહિનામાં થયેલા હિટ એંડ રન કેસમાં કિશોર ન્યાય બોર્ડે આ નિર્ણય લીધો છે. સગીર ઉપર આરોપ છે કે તે તેના પિતાની કાર ચલાવી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડરે માર્કેટિંગ એઝક્યૂટિવ સિદ્ધાર્થ શર્માને હડફેટે લીધા હતા. ઘટનાના 4 દિવસ પછી સગીર 18 વર્ષનો થઈ ગયો હતો. પોલીસે કિશોર સામે ગેર ઈરાદા પૂર્વક કરેલી હત્યાના આરોપ માટે કિશોર ન્યાય બોર્ડમાં અરજી કરી હતી. ગેર ઈરાદા પૂર્વક કરેલી હત્યા માટે 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
કિશોર ન્યાય બોર્ડે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ઘટના સમયે અને તેના પછી સગીર આરોપીનું વર્તન બતાવે છે કે પોતાના ઉપર લાગેલા આરોપોથી તે જાણતો હતો. ઘટના સ્થળે મળેલા પુરાવાથી સ્પષ્ટ થાય છે કે આરોપી બીજાની જિંદગી અને તેમની સુરક્ષા પ્રતિ બિલકુલ ગંભીર નહોતો, ઘટનાના દિવસે પણ પોતાના ગુનાઓને સમજવાની કાબેલિયત રાખતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement