શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હાવરાથી દિલ્હી આવી રહેલ પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યાં, 20 યાત્રી ઈજાગ્રસ્ત
પશ્ચિમ બંગાળના હાવરાથી રાજધાની દિલ્હી આવી રહેલ પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. પૂર્વા એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના કાનપારુમાં રૂમા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ છે.
કાનપુરઃ પશ્ચિમ બંગાળના હાવરાથી રાજધાની દિલ્હી આવી રહેલ પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. પૂર્વા એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના કાનપારુમાં રૂમા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. જોકે સારા સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનામાં અંદાજે 20 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘટના રાત્રે એક કલાકની આસપાસ થઈ છે.
રેલવેએ આ અકસ્માત માટે હેલ્પલાઇન નંબર ( (033) 26402241, 26402242, 26402243, 26413660.) પણ જાહેર કર્યો છે. રેલવેએ ઘટનાની પાછળનાં કારણ શોધવાના આદેશ આપ્યાં છે. ઘટના સ્થળે એટીએસની ટીમ પહોંચી ગઇ છે.
આ અકસ્માત પછી આશરે એક ડઝન ટ્રેનોનાં રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યાં છે. આ દુર્ઘટનાને કારણે કાનપુરથી દિલ્હી હાવરા રૂટની ફતેહપુર પેસેન્જર સહિત 10 ટ્રેનોને કેન્સલ કરી દેવામાં આવી હતી. રેલવેનાં અધિકારીઓ પ્રમાણે ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે કાનપુર સેન્ટ્રલ મોકલી દેવામાં આવ્યાં હતાં. કેટલાક ગંભીર રીતે ઘાયલ મુસાફરોને વિશેષ ટ્રેનથી નવી દિલ્હી મોકલવામાં આવી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion