શોધખોળ કરો

'બાબા કા ઢાબા' ચલાવનારા કાંતા પ્રસાદને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ કરી રહી છે તપાસ

સોશિયલ મીડિયા પર રાતોરાત ફેમસ થયેલા ‘બાબા કા ઢાબા’ ચલાવનાર કાંતા પ્રસાદ ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેમને જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે.

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર રાતોરાત ફેમસ થયેલા ‘બાબા કા ઢાબા’ ચલાવનાર કાંતા પ્રસાદ ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેમને જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે. બાબાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે પહેલા 8 ડિસેમ્બરે તેમને એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો અને તેણે બાબાને તેમની દુકાનને આગ ચાંપવાની અને તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. બાબાએ દિલ્હી પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું કે બીજી વાર તેમને 14 ડિસેમ્બરે ધમકી મળી. જ્યારે તેઓ સવારે પોતાની દુકાન પર પહોંચ્યા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો બેઠા હતાં, તેમણે બાબા પાસે ચા માંગી. આ વચ્ચે તેમાંથી એક શખ્સે બાબાને ધમકી આપી કે તેમણે ગૌરવ વાસન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરીને બરાબર નથી કર્યુ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી. બાબાનો આરોપ છે કે ધમકી આપનાર શખ્સે પોતાને ગૌરવનો મિત્ર ગણાવ્યો હતો. ગૌરવ એક યુટ્યૂબર છે જેની યુટ્યૂબ ચેનલના લાખો ફોલોઅર્સ છે. ગૌરવે જ કાંતા પ્રસાદનો એક વીડિયો તેના ઢાબામાં બનાવ્યો હતો જે ખૂબ જ વાયરલ થઇ ગયો હતો. આ વીડિયોમાં ગૌરવે લોકોને બાબાને મદદ કરવાની અપીલ કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ લાખો લોકોએ બાબાના નામે પૈસા ડોનેટ કર્યા હતા. પરંતુ થોડા જ દિવસો બાદ બાબા કાંતા પ્રસાદ અને ગૌરવ વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. જ્યારે બાબાએ ગૌરવ ઉપર ડોનેશનમાં આવેલા પૈસા ચાઉ કરવાનો આરોપ લગાવ્યો હતો. બાબાએ તેને લઇને માલવીય નગર પોલીસસ્ટેશનમાં ગૌરવ સાહની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી. દિલ્હી પોલીસના અધિકારીઓ અનુસાર બાબા તરફથી જાનથી મારી નાંખવાની ધમકી મળ્યાની ફરિયાદ તેમને મળી છે. જે બાદ પોલીસે ફરિયાદ દાખલ કરતા તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ ઢાબાની આસપાસ તે સીસીટીવી ફુટેજને પણ પોલીસ ચકાસી રહી છે જેથી ધમકી આપનારા શખ્સોની ઓળખ કરી શકાય જે બાબાના ઢાબા પર પહોંચ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ

ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Embed widget