શોધખોળ કરો

કર્ણાટકાઃ 36 કલાક બાદ મળ્યો કૈફે કૉફી ડેના માલિક વી.જી.સિદ્ધાર્થનો મૃતદેહ, સોમવારથી થયા હતા ગુમ

કાલે પોલીસે નેત્રાવતી નદીની આસપાસ સિદ્ધાર્થની તપાસ શરૂ કરી હતી. તેમની તપાસમાં 200થી વધુ પોલીસક્મી, મરજીવાઓ અને 25 નાવડીઓની મદદથી શોધખોળ શરૂ કરી હતી

બેગ્લુંરુઃ કર્ણાટકાના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશ મંત્રી એમએસ કૃષ્ણઆના જમાઇ અને કૈફે કૉફી ડે (સીસીડી)ના માલિક વી જી સિદ્ધાર્થનો મૃતદેહ મળી ગયો છે. તેમનો મૃતદેહ મેંગ્લુંરુના નેત્રાવતી નદી પાસેથી મળ્યો છે. હવે વી જી સિદ્ધાર્થનું મેંગ્લુંરુ હૉસ્પીટલમાં પોસ્ટમોર્ટમ થશે, ત્યારબાદ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. વી જી સિદ્ધાર્થ સોમવારથી ગુમ થયા હતા. કાલે પોલીસે નેત્રાવતી નદીની આસપાસ સિદ્ધાર્થની તપાસ શરૂ કરી હતી. તેમની તપાસમાં 200થી વધુ પોલીસક્મી, મરજીવાઓ અને 25 નાવડીઓની મદદથી શોધખોળ શરૂ કરી હતી. કર્ણાટકાઃ 36 કલાક બાદ મળ્યો કૈફે કૉફી ડેના માલિક વી.જી.સિદ્ધાર્થનો મૃતદેહ, સોમવારથી થયા હતા ગુમ વી જી સિદ્ધાર્થ સોમવારે રાત્રે ગુમ થઇ ગયા છે. પોલીસ અનુસાર સિદ્ધાર્થ સક્લેશપુર જઇ રહ્યાં હતા, પણ અચાનક તેમને પોતાના ડ્રાઇવરને મેંગ્લુરુ જવાનું કહ્યું હતુ. પોલીસે જણાવ્યું કે દક્ષિણ કન્નડ જિલ્લાના કોટેપુરા વિસ્તારમાં નેત્રવતી નદી પર બનેલા પુરની નજીક કારમાંથી ઉતરી ગયા અને તેમને ડ્રાઇવરને કહ્યું કે, તે ચાલવા જઇ રહ્યાં છે. એટલે નદી પાસેથી ગુમ થઇ ગયા હતા. ડ્રાઈવરના જાણાવ્યા અનુસાર, સિદ્ધાર્થ ઉલાલ પુલ પર ફરવા આવ્યા હતા. અહીં તેમણે એક બાજુ કાર રોકાવી હતી અને પછી ચાલતા ફરવા નીકળી ગયા હતા. હું તેમની કારમાં જ રાહ જોતો હતો. જ્યારે તેઓ 90 મિનિટ સુધી ન આવ્યા ત્યારે મેં પોલીસને જાણ કરી હતી. ડ્રાઈવરના નિવેદનથી પોલીસને શંકા છે કે સિદ્ધાર્થ નદીમાં કુદી ગયા છે. તેથી પોલીસ તેમની શોધમાં નદીમાં પણ સર્ચ ઓપરેશન કરી રહી છે. તપાસ દરમિયાન પોલીસને સિદ્ધાર્થે લખેલો એક પત્ર પણ મળ્યો છે. જે અંદાજે 3 દિવસ પહેલાં જ લખ્યો હોવાનું માનવામાં આવે છે. આ પત્રમાં સિદ્ધાર્થે પોતાને એક નિષ્ફળ વેપારી ગણાવ્યો છે. કર્ણાટકાઃ 36 કલાક બાદ મળ્યો કૈફે કૉફી ડેના માલિક વી.જી.સિદ્ધાર્થનો મૃતદેહ, સોમવારથી થયા હતા ગુમ સિદ્ધાર્થે ગયા મહિને આઈટી કંપની માઈન્ડટ્રીમાંથી તેમનો સંપૂર્ણ હિસ્સો લાર્સન એન્ડ ટૂબ્રો (એલએન્ડટી)ને રૂ. 3,000 કરોડમાં વેચી દીધો હતો. આ પહેલાં તેઓ 21 ટકા હોલ્ડિંગ સાથે માઈન્ડટ્રીમાં સૌથી મોટા શેરધારક હતા. કોફીના બિઝનેસમાં સફળ વેપારી તરીકે તેમની ખાસ ઓળખાણ હતી. કોફી ઉગાડવા માટે કર્ણાટકમાં તેમની પાસે 12,000 એકર જમીન હતી. આ વર્ષે માર્ચ સુધીમાં સમગ્ર દેશમાં સીસીડીના 1752 કેફે હતા. કર્ણાટકાઃ 36 કલાક બાદ મળ્યો કૈફે કૉફી ડેના માલિક વી.જી.સિદ્ધાર્થનો મૃતદેહ, સોમવારથી થયા હતા ગુમ 27 જુલાઈએ લખેલા પત્રમાં સિદ્ધાર્થે કહ્યું છે કે, જે લોકોએ મારા પર વિશ્વાસ રાખ્યો તે લોકોને નિરાશ કરવાનો મને ખૂબ અફસોસ છે. હું ઘણાં સમયથી લડાઈ લડતો હતો પરંતુ હવે મેં હાર માની લીધી છે. કારણ કે હવે મારાથી દબાણ સહન થતું નથી. હું એક વેપારી તરીકે નિષ્ફળ રહ્યો છું. આ મારી ઈમાનદારી છે. મને આશા છે કે, કોઈક દિવસ તમે મને સમજશો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
Embed widget