(Source: ECI/ABP News/ABP Majha)
Karnataka CM : સીએમની મહોર લાગતાં જ સિદ્ધારમૈયાના ઘર બહાર સિક્યુરિટી વધારવામાં આવી, શિવકુમાર ડેપ્યુટી સીએમ, જાણો ક્યારે લેશે શપથ
Karnataka CM: ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી રહ્યા છે. શપથ ગ્રહણ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે બેંગલુરુમાં થશે.
Karnataka Government Formation: કર્ણાટકમાં મુખ્યપ્રધાનના નામને લઈને ચાલી રહેલી ખેંચતાણનો હવે અંત આવ્યો છે. કર્ણાટકના આગામી મુખ્યમંત્રી માટે સિદ્ધારમૈયાનું નામ ફાઈનલ થઈ ગયું છે, જ્યારે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી રહ્યા છે. શપથ ગ્રહણ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે બેંગલુરુમાં થશે.
તે જ સમયે, પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાના નામ પર સીએમની મહોર બાદ હવે તેમના નિવાસસ્થાનની બહાર ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે. તેમના સમર્થકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કર્ણાટકના જુદા જુદા ભાગોમાં સિદ્ધારમૈયાના પોસ્ટર અને બેનરો દેખાય છે. સાથે જ નેતાના જય જયકારના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. આ સમર્થકોએ તેમના નિવાસસ્થાનની બહાર મુકેલા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના લાઈફ સાઈઝ ફોટોને દૂધ અર્પણ કર્યું હતું.
In the larger interest of the party…why not: DK Shivakumar confirms to India Today his becoming new Karnataka Dy CM and Siddaramaiah as new CM https://t.co/zwYuhh9Rcu
— ANI (@ANI) May 18, 2023
શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે
આવું જ દ્રશ્ય સિદ્ધારમૈયાના હોમ ડિસ્ટ્રિક્ટ મૈસુર અને તેમના વતન ગામ સિદ્ધારમહુન્ડીમાં જોવા મળ્યું હતું. તેમના સમર્થકો અને શુભેચ્છકોએ ફટાકડા ફોડ્યા હતા, નાચ્યા હતા, મીઠાઈઓ વહેંચી હતી અને રસ્તા પર મૂકેલી તસવીરને દૂધ અર્પણ કર્યું હતું. સમર્થકો ખુશ છે કે તેમના નેતા રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. દરમિયાન, બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી.
#WATCH | Congress's Siddaramaiah, who has been named the new Karnataka CM, leaves for party leader KC Venugopal's residence, in Delhi pic.twitter.com/J3j7SPIkSc
— ANI (@ANI) May 18, 2023
ડીકે શિવકુમારના ઘરની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
જ્યારે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી.કે. શિવકુમારના ઘરની બહાર પણ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, 20 મેના રોજ શિવકુમાર નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે. ડીકેને મનાવવા કોંગ્રેસના મોટા નેતાઓએ ખૂબ મથામણ કરી હતી.
આ પણ વાંચોઃ
Ahmedabad: AMCના મલ્ટિલેવલ પાર્કિંગને જ બુટલેગરોએ દારૂનો બનાવ્યો અડ્ડો, 76 લાખનો મુદ્દામાલ જપ્ત