શોધખોળ કરો

Ahmedabad: AMCના મલ્ટિલેવલ પાર્કિંગને જ બુટલેગરોએ દારૂનો બનાવ્યો અડ્ડો, 76 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે નવરંગપુરામાં મલ્ટિલેવલ કાર પાર્કિંગમાં દરોડો પાડતા કારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો.

Ahmedabad: અમદાવાદમાં AMCના મલ્ટિલેવલ પાર્કિંગને જ બુટલેગરોએ દારૂનો અડ્ડો બનાવ્યો હતો.
પાર્કિંગમાં મોંઘીદાટ ગાડીઓ રાખીને તેમાં જ દારૂને સંતાડી રાખતા અને ત્યાંથી ગ્રાહકોને ડિલિવરી આપતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે નવરંગપુરામાં મલ્ટિલેવલ કાર પાર્કિંગમાં દરોડો પાડતા કારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. દરોડામાં 918 દારૂની બોટલ અને 96 બીયરના ટીન મળીને 1.33 લાખનો દારૂ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે દારૂ તથા વૈભવી કાર સહિત 76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ટોમેટો સોસની બોટલોની આડમાં છૂપાવેલો 33.76 લાખનો શરાબ-બિયરનો જથ્થો જપ્ત

રાજકોટના માળિયાના અણીયારી ટોલનાકા નજીકથી ટોમેટો સોસની આડમાં સંતાડીને લઇ જવાતો દારૂ ભરેલ ટ્રક એલસીબી ટીમે ઝડપી લઈને 5760 ઈંગ્લીશ દારૂની બોટલ, 3480 બીયરના ટીન અને 3420 ટોમેટો સોસની બોટલ તેમજ ટ્રક અને મોબાઈલ સહીત 33.76 લાખની કિમતનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન અમદાવાદ તરફથી એક  ટ્રક માળિયા તરફ જવાનો છે જે ટ્રકમાં ગેરકાયદે દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી. ટ્રક અણીયારી ટોલનાકા નજીક પહોંચતા ટ્રકને આંતરી લઈને તલાશી લેતા ટોમેટો સોસની આડમાં સંતાડી રાખેલ લાખોનો ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રકમાં રહેલ વ્હીસ્કીની બોટલ નંગ 5760 કિંમત રૂ 17,28,૦૦૦ બીયર ટીન 3480 કિંમત રૂ 3,48,૦૦૦ ટોમેટો સોસ બોટલ નંગ 3420 કીમત રૂ 2,95,800, ટ્રક આરજે 19 જીએ 3823 કિંમત રૂ 10 લાખ અને મોબાઈલ કિંમત રૂ 5૦૦૦ મળીને કુલ રૂ 33,76,800ની કિંમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સુરતમાં 3 હજારની ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં વેપારીની પત્નીના ન્યૂડ ફોટો વાઈરલ

ટેક્નોલોજીનો વિકાસ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ સાઈબ ગુનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં તમારું એકાઉન્ટ બંધ થશે, કેવાયસી અપલોડ કરવા, ઇ કોમર્સ ઉપર સસ્તા ભાવે સારા બ્રાન્ડના ઉપકરણોની ખરીદી માટે લલચામણી ઓફર, તમારું લાઈટ બીલ, મોબાઈલનું બીલ બાકી છે તેવા મેસેજ મૂકીને સાયબર ક્રાઇમ આચરાય છે. પોલીસે જાગૃતિને લગતા કાર્યક્રમ કર્યા બાદ હવે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન મારફતે આપવા નવી સાયબર ફ્રોડ ટેકનિક અપનાવી છે. જેમાં લોનધારકે એકવાર લોન લીધી તો લોન ચૂકવ્યા છતાં ધમકીભર્યા મેસેજ અને લોકોને બદનામ કરી નાણાંની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં પણ આવી જ એક ઘટના બની છે જેમાં એક વેપારી ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં સાઈબર ક્રાઈમનો ભોગ બન્યા છે. ડિંડોલીમાં રહેતા લુમ્સના પાર્ટસનો વેપાર કરતા વેપારીને ઇન્સ્ટન્ટ લોન લેવાનું ભારે પડ્યું. મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં 3 હજારની ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં વેપારીની પત્નીના ન્યૂડ ફોટો વાઈરલ કર્યા છે. ડિંડોલીના લુમ્સના પાટર્સના વેપારીએ એપથી લોન લીધી હતી. લોન લીધા બાદ અલગ-અલગ નંબરથી 13 લોકોએ ધમકી ભર્યા ફોન કર્યા હતા. 3 હજારની લોન સામે લોન એપ દ્વારા 1200 રૂપિયા કાપી લઇને 1800 અપાયા હતા. ત્યારબાદ આ રૂપિયા રિકવર કરવા માટે ગઠિયાએ વેપારી અને તેની પત્નીના ન્યુડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ પત્નીના ફોટા વાઇરલ કર્યો હતો. ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget