Karnataka: કર્ણાટકમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, આખુ ગાંધી પરિવાર ઉતરશે મેદાનમાં, જાણો રાહુલ-પ્રિયંકા આજે શું કરશે ?
કર્ણાટકની ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ-પ્રિયંકાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓને ઉઠાવીને ભાજપ પર જોરદાર પ્રહારો કરી રહી છે.
Karnataka Elections: કર્ણાટકમાં આજે ચૂંટણી પ્રચાર માટે ખાસ દિવસ છે, કર્ણાટકમાં 10 મેએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, અને આના માટે પ્રચાર કરવાનો આજે છેલ્લો દિવસ છે, આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. કર્ણાટકમાં આજે આખો ગાંધી પરિવાર લોકોને આકર્ષવા માટે મેદાનમાં જોવા મળશે, રાહુલથી લઇને પ્રિયંકા સુધી તમામ નેતાઓ મેદાનામાં રહેશે. આજે રાહુલ ગાંધી બપોરે બહેન પ્રિયંકા ગાંધી સાથે એક રૉડ શૉ પણ કરશે.
કર્ણાટકની ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ-પ્રિયંકાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓને ઉઠાવીને ભાજપ પર જોરદાર પ્રહારો કરી રહી છે. શરૂઆતના તબક્કામાં આ સ્થાનિક મુદ્દાઓની લગામ લૉકલ નેતાઓના હાથમાં હતી, જે પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેથી લઈને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને બીજા કેટલાય ટોચના નેતાઓના હાથમાં આવી ગઇ હતી. આ તમામ નેતાઓએ રાજ્યમાં આક્રમક પ્રચાર કર્યો હતો.
કર્ણાટકને પીએમના આશીર્વાદ નહીં મળે - સોનિયા ગાંધી
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કર્ણાટકના હુબલીમાં જનસભાને સંબોધિત કરતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમને કહ્યું હતું કે કર્ણાટકના લોકો મહેનત કરીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યાં છે, અને તેમને કોઈના આશીર્વાદની જરૂર નથી. આ દરમિયાન સોનિયા ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો પણ જવાબ આપ્યો હતો, તેમને કહ્યું કે જો ભાજપ ફરી એકવાર સત્તામાં નહીં આવે તો રાજ્યને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ નહીં મળે. તેમને કહ્યું કે, ભાજપ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી પરેશાન છે અને હારના ભયનો સામનો કરી રહી છે.
પીએમ મોદીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા -
વળી, રવિવારે કર્ણાટક પ્રચારમાં પીએમ મોદીએ પણ કોંગ્રેસ પર એટેક કર્યો હતો અને આરોપ લગાવ્યો કે, તે ખુલ્લેઆમ કર્ણાટકને ભારતથી 'અલગ' કરવાની હિમાયત કરી રહ્યું છે. મોદીએ કહ્યું, જ્યારે દેશ હિતની વિરુદ્ધમાં કામ કરવાની વાત આવે છે, તો કોંગ્રેસનો 'શાહી પરિવાર' સૌથી આગળ હોય છે. હું અહીં એક ગંભીર મુદ્દા વિશે વાત કરવા માંગુ છું. હું આ કહેવા માંગુ છું કારણ કે મારા હૃદયમાં ઘણું દુઃખ છે. આ દેશ આ પ્રકારની રમતને ક્યારેય માફ નહીં કરે.