Karnataka Hijab Row: કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈ ઓવૈસીએ શું કહ્યું ? જાણો વિગત
Karnataka Hijab Row: હું આ દીકરીની બહાદુરીને સલામ કરું છું. આ સરળ કાર્ય ન હતું. યુવતીએ તે યુવકો તરફ જોયું અને કહ્યું અલ્લાહ હુ અકબર. મારી વાત યાદ રાખજો, આજે તું નમીશ તો કાયમ નમવું પડશે.
Asaduddin Owaisi Hijab Row: કર્ણાટકમાં હિજાબને લઈને શરૂ થયેલા વિવાદને લઈ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ અંગે નિવેદન આપ્યું છે. ઓવૈસીએ કહ્યું છે કે હિજાબ પર પ્રતિબંધનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્ણયોની વિરુદ્ધ છે. આ દરમિયાન તેમણે યુવાનોને કહ્યું હતું કે, જો તેઓ આજે નમશે તો તેઓ કાયમ નમવું પડશે..
આજે નમશો તો હંમેશ માટે નમશો - ઓવૈસી
ઓવૈસીએ કહ્યું- આજે અમે એ વિડિયો પણ જોયો કે અમારી એક બહાદુર દીકરી મોટરસાઇકલ પર હિજાબ પહેરીને આવે છે. કોલેજની અંદર આવતા જ 25-30 લોકો તેની પાસે આવે છે અને તેને ડરાવવાનો પ્રયાસ કરે છે. નારેબાજી કરવા લાગે છે. હું આ દીકરીની બહાદુરીને સલામ કરું છું. આ સરળ કાર્ય ન હતું. યુવતીએ તે યુવકો તરફ જોયું અને કહ્યું અલ્લાહ હુ અકબર - અલ્લાહ હુ અકબર. આ મિજાજ બનાવવાનો છે. મારી વાત યાદ રાખજો, આજે તું નમીશ તો કાયમ નમવું પડશે.
વોટની તાકાત અધિકાર અપાવશે
ઓવૈસીએ કહ્યું કે, જો તમે આજે થોડી વાર ઊભા રહો તો આ લોકોને જુઓ જે તમને ડરાવે છે... જેઓ સમજે છે કે આપણા માથા પર કાળા વાદળો મંડરાઈ રહ્યા છે. યાદ રાખો કે એક દિવસ આપણો સૂર્ય પણ ઉગશે. પરંતુ ભીખ માંગવાથી વાદળો દૂર થશે નહીં. જ્યારે તમે વોટની તાકાત બતાવશો તો દુનિયા તમારો હક આપશે.
#WATCH I pray that our sisters fighting for their right to wear hijab are successful in their fight. Grave violation of the Constitution's Art 15, 19 & 21 is being committed in Karnataka. I condemn this decision of Karnataka's BJP govt: Asaduddin Owaisi, AIMIM in Uttar Pradesh pic.twitter.com/fzoAMyHA3f
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 8, 2022
કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈનો મોટો ફેંસલો, 3 દિવસ સુધી તમામ હાઈસ્કૂલ અને કોલેજ બંધ કરવાનો આદેશ
હિજાબ વિવાદ વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ મોટો નિર્ણય લીધો છે. બોમાઈએ રાજ્યની તમામ હાઈસ્કૂલ અને કોલેજોને આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું કે અમે કર્ણાટક હાઈકોર્ટના નિર્દેશની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે હું વિદ્યાર્થીઓને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરું છું. મેં શાળા પ્રશાસનને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ તકરાર ન થાય તેની સૂચના આપી છે. તેમણે કહ્યું કે બહારથી તમામ સંબંધિત વ્યક્તિઓને ઉશ્કેરણીજનક નિવેદનો ન આપવા અપીલ પણ કરવામાં આવી છે. સીએમએ ટ્વીટ દ્વારા કહ્યું કે હું તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા તથા કોલેજોના મેનેજમેન્ટ તેમજ કર્ણાટકના લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરું છું. મેં આગામી ત્રણ દિવસ માટે તમામ હાઈસ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તમામ સંબંધિતો પાસેથી સહકારની વિનંતી છે.