આ રાજ્યમાં લોકડાઉન લાગે તે પહેલાં જ શાકભાજી ખરીદવા એપીએમસીમાં લોકોએ કરી પડાપડી
કર્ણાટકમાં આવતીકાલથી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાગશે. કર્ણાટકમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 5,48,841 છે. જ્યારે કુલ કેલની સંખ્યા 18,86,448 પર પહોંચી છે.
શિવામોગાઃ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કર્ણાટકમાં આવતીકાલથી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે. લોકડાઉન અમલમાં આવે તે પહેલા આજે શિવામોગા એપીએમસીમાં ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડવ્યા હતા. કર્ણાટકમાં આવતીકાલથી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાગશે.
કર્ણાટકમાં ગઈકાલે 47,563 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે 482 લોકોના મોત થયા હતા અને 34,881 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. કર્ણાટકમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 5,48,841 છે. જ્યારે કુલ કેલની સંખ્યા 18,86,448 પર પહોંચી છે.
કર્ણાટક સહિત આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4092 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,86,444 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 22 લાખ 96 હજાર 414
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 83 લાખ 17 હજાર 404
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 36 હજાર 648
- કુલ મોત - 2 લાખ 42 હજાર 648
16 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 94 લાખ 39 હજાર 663 ડોઝ આપવામાં આવ્યા છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 30,22,75,471 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 8 મે ના રોજ 18,65,428 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.
ગુજરાતમાં કોરોના બાદ જોવા મળી રહ્યો છે આ ખતરનાક રોગ, જાણો બચવા શું કરશો