શોધખોળ કરો

Karnataka Results 2023: કર્ણાટકની ચૂંટણીના પરિણામો પર શું કહી રહ્યું છે સટ્ટા બજાર ? કઇ પાર્ટીની જીતની થઇ રહી છે ભવિષ્યવાણી?

આવતીકાલે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

Karnataka Election 2023: આવતીકાલે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. તે અગાઉ સટ્ટાબજાર ચલાવતા સટોડિયાઓએ કર્ણાટકમાં કોંગ્રેસ પર તેમના પૈસા લગાવ્યા છે. એવું કહેવાય છે કે કોગ્રેસ કર્ણાટકમાં લગભગ 120-130 બેઠકો સાથે 'નોંધપાત્ર વિજય' હાંસલ કરી શકે છે. બુકીઓએ આગાહી કરી છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) મહત્તમ 80 બેઠકો જીતશે, જ્યારે જનતા દળ-સેક્યુલર (JD-S) ને 37 બેઠકો મળવાની ધારણા છે.

હાપુડના સટ્ટા બજારના એક સૂત્રએ આઈએએનએસને જણાવ્યું હતું કે કોંગ્રેસને 110 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને મહત્તમ 75 બેઠકો મળવાની ધારણા છે. દરમિયાન, ફલૌદી સટ્ટા બજાર સાથે સંકળાયેલા લોકોએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીને 137 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે ભાજપને માત્ર 5 બેઠકો મળવાની ધારણા છે. ફલૌદી સટ્ટા બજારે જનતા દળ-સેક્યુલર માટે 30 બેઠકોની આગાહી કરી છે.

પાલનપુર સટ્ટા બજાર મુજબ કોંગ્રેસને 141 બેઠકો મળશે

પાલનપુર સટ્ટા બજાર મુજબ કોંગ્રેસને 141 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે ભાજપને 57 બેઠકો મળવાની ધારણા છે. જેડી-એસને 24 બેઠકો મળવાની સંભાવના છે. એકંદરે, સટ્ટા બજારે 224 બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસ 120 થી 130 બેઠકો જીતશે તેવો અંદાજ મૂક્યો છે. સટોડિયાઓનો અંદાજ છે કે ભાજપને 70થી 80 બેઠકો મળી શકે છે.

જોકે, અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન સારું રહેવાની સંભાવનાઓ જણાવવામાં આવી રહી છે. વિવિધ ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ ભાજપ કરતા આગળ જોવા મળી રહી છે. એબીપી ન્યૂઝ-સીવોટરે કોંગ્રેસને મહત્તમ 112 બેઠકો એટલે કે બહુમતી કરતાં એક બેઠક ઓછી મળવાની આગાહી કરી છે.

Karnataka Elections: શું દક્ષિણ આફ્રિકામાં ઉપયોગમાં લેવાયેલા EVMનો કર્ણાટકમાં ઉપયોગ થયો? ચૂંટણી પંચે કર્યો ખુલાસો

Karnataka Assembly Elections 2023: કર્ણાટકમાં 10 મેના રોજ યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ 13 મેના રોજ જાહેર થશે, પરંતુ તે પહેલા ચૂંટણી પંચે EVM મશીનને લઈને કોંગ્રેસના દાવાને ફગાવી દીધો છે. ચૂંટણી પંચે ગુરુવારે (11 મે) કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો દક્ષિણ આફ્રિકામાં ઉપયોગ થઈ ચૂક્યો છે તે દાવો ખોટો છે. કમિશને પાર્ટીને આ 'બનાવટી માહિતી' કોણે ફેલાવી છે તેનો સાર્વજનિક રૂપે ખુલાસો કરવા પણ કહ્યું હતું. આ મામલે પંચે કોંગ્રેસ પાર્ટી પાસેથી 15 મે સુધીમાં માહિતી માંગી છે.

કોંગ્રેસ નેતાએ ચિંતા વ્યક્ત કરી
કોંગ્રેસના મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલાને લખેલા પત્રમાં ચૂંટણી પંચે કહ્યું છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 'ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા' દ્વારા ઉત્પાદિત નવા ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મહિને 8 મેના રોજ કમિશનને લખેલા પત્રમાં, કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં દક્ષિણ આફ્રિકામાં "વપરાયેલ" મશીનોના "ફરીથી ઉપયોગ" પર ચિંતા વ્યક્ત કરી હતી અને સ્પષ્ટતા માંગી હતી.

'કોંગ્રેસે સૂત્રો જાહેર કરવા જોઈએ'
ચૂંટણી પંચે કહ્યું કે EVM ન તો દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા હતા અને ન તો પંચે અહીં આવા કોઈ ઈવીએમનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના દાવાને નકારી કાઢતા ચૂંટણી પંચે કહ્યું કે પાર્ટીએ તેના સ્ત્રોતો પણ જાહેર કરવા જોઈએ જે આવી ખોટી માહિતી ફેલાવે છે. આયોગે 15 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં કોંગ્રેસ પાર્ટી પાસેથી આ દાવા પર કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી માંગી છે. કર્ણાટક વિધાનસભાની તમામ 224 બેઠકો માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થયું હતું. હવે 13મી મેના રોજ મતગણતરી થશે અને ચૂંટણીના પરિણામો સામે આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget