કેદારનાથમાં દુખદ ઘટના, પદયાત્રી માર્ગ પર લેન્ડસ્લાઈડથી 3 શ્રદ્ધાળુના ઘટનાસ્થળે મોત
કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં પદયાત્રી માર્ગ પર લેન્ડસ્લાઈડના કારણે અનેક મુસાફરો દટાયા હોવાના અહેવાલ છે.
kedarnath walkway landslide : કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં પદયાત્રી માર્ગ પર લેન્ડસ્લાઈડના કારણે અનેક મુસાફરો દટાયા હોવાના અહેવાલ છે. લેન્ડસ્લાઈડના કારણે ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય આઠ ઘાયલ છે. તમામ મુસાફરો મહારાષ્ટ્રના હોવાનું કહેવાય છે.
Rudraprayag, Uttarakhand | An accident occurred due to a landslide in Chidwasa on the Kedarnath Yatra route, this morning. The SDRF team reached the spot and took immediate action evacuated 8 injured and took them to hospital. 3 persons lost their lives on the spot, whose bodies…
— ANI (@ANI) July 21, 2024
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- 'કેદારનાથ યાત્રા માર્ગની નજીક પહાડ પરથી લેન્ડસ્લાઈડ અને ભારે પથ્થરો પડવાના કારણે કેટલાક શ્રદ્ધાળુઓના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, હું આ મામલે અધિકારીઓના સતત સંપર્કમાં છું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારી સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
केदारनाथ यात्रा मार्ग के पास पहाड़ी से मलबा व भारी पत्थर गिरने से कुछ यात्रियों के हताहत होने का समाचार अत्यंत दुःखद है। घटनास्थल पर राहत एवं बचाव कार्य जारी है, इस सम्बन्ध में निरंतर अधिकारियों के संपर्क में हूं। हादसे में घायल हुए लोगों को त्वरित रूप से बेहतर उपचार उपलब्ध…
— Pushkar Singh Dhami (@pushkardhami) July 21, 2024
કેદારનાથમાં બની દુખદ ઘટના
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને રવિવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે કેદારનાથ યાત્રા માર્ગ પર ચિરબાસા નજીક પહાડી પરથી આવતા ભારે પથ્થરોને કારણે શ્રદ્ધાળુઓ દટાયા હોવાની માહિતી મળી હતી.
લેન્ડસ્લાઈડના કારણે ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય આઠ ઘાયલ છે.