શોધખોળ કરો
Advertisement
કેજરીવાલે વીજળીના દરમાં 50 ટકાનો તોતિંગ ઘટાડો કર્યો, લાખો લોકોને મળશે રાહત
44 હજાર આદ્યોગિક ગ્રાહકો અને લગભગ 10 લાખ બિન ઘરેલુ, વેપારી ગ્રાહકોને ફાયદો થશે.
નવી દિલ્હીઃ દિલ્હીના લાખો લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીની સરકારે વીજળીના દરમાં તોતિંગ ઘટાડો કર્યો છે. ડીઈઆરસીએ બિન-ઘરેલુ, વેપારી અને ઔદ્યોગિક ગ્રાહકો માટે ફિક્સ ટેરિફમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે.
આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, સંકટના આ સમયમાં સરકાર દિલ્હીના લોકોની સાથે ઉભી છે. ફિક્સ ચાર્જમાં કરવામાં આવેલો આ ઘટાડો લાખો લોકોને કોરોનાને કારણે થઈ રહેલી મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદગાર સાબિત થશે.
સરકાર દ્વારા વીજળીના દરમાં રાહત આપવામાં આવી છે તેના કારણે 44 હજાર આદ્યોગિક ગ્રાહકો અને લગભગ 10 લાખ બિન ઘરેલુ, વેપારી ગ્રાહકોને ફાયદો થશે.
બિન-ઘરેલુ, વેપારી અને ઔદ્યોગિક ગ્રાહકોની સમસ્યાઓ અને ઉદ્યોગ સંગઠોનેએ વીજળીના દરમાં રાહતની માગ કરી હતી જેને ધ્યાનમાં લઈને દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને એપ્રિલ-2020 અને મે-2020ના સંપૂર્ણ લોકડાઉન સમયગાળા દરમિયાન વીજળીના નિયત ચાર્જમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે.
સરકાર દ્વારા આપવામાં આવેલ રાહદ બાદ ગ્રાહકોએ દર મહિને KVA દીઠ 250 રૂપિયાને બદલે દર મહિને કેવીએ દીઠ 125 રૂપિયા ચૂકવવાનાં રહેશે. આ સમયગાળા દરમિયાન કુલ બિનઉપયોગી ક્ષમતા 80 ટકા હતી, જેમાંથી 84 ટકા બિન-ઘરેલું ગ્રાહકો અને 75 ટકા ઔદ્યોગિક ગ્રાહકો સંબંધિત છે.
દિલ્હીની વીજ પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું, આનાથી વેપારી અને બિન ઘરેલુ ગ્રાહકોને મોટી રાહત મળશે. આ વીજળી માફ કરવાને કારણે સરકાર પર લગભગ 160 કરોડ રૂપિયાનો બોજો પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion