શોધખોળ કરો
દેશમાં કોરોનાના કેસ બે લાખને પાર, ગુજરાત સહિત આ ચાર રાજ્યોમાં 66 ટકાથી વધુ કેસ
છેલ્લા 15 દિવસ ભારત માટે મુશ્કેલ રહ્યા છે. આ દરમિયાન મામલામાં એક લાખનો વધારો થયો છે.
![દેશમાં કોરોનાના કેસ બે લાખને પાર, ગુજરાત સહિત આ ચાર રાજ્યોમાં 66 ટકાથી વધુ કેસ Know about top four states of india coronavirus postive cases દેશમાં કોરોનાના કેસ બે લાખને પાર, ગુજરાત સહિત આ ચાર રાજ્યોમાં 66 ટકાથી વધુ કેસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/03203313/corona8.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 8909 નવા કેસ નોંધાયા છે અને 217 લોકોના મોત થયા છે. સતત ચોથા દિવસે 8000થી વધારે સંક્રમિતો નોંધાયા છે.
ખાસ વાત એ છે કે છેલ્લા 15 દિવસ ભારત માટે મુશ્કેલ રહ્યા છે. આ દરમિયાન મામલામાં એક લાખનો વધારો થયો છે. અનલોક બાદ કોરોનાના મામલામાં ઉછાળો આવ્યો છે.
આ 4 રાજ્યોમાં 66 % કોરોના મામલા
- મહારાષ્ટ્રઃ 72,30 કેસ
- તમિલનાડુઃ 24,586 કેસ
- દિલ્હીઃ 22,132 કેસ
- ગુજરાતઃ 17,617 કેસ
આ 4 રાજ્યોમાં 77 % કોરોનાથી મોત
- મહારાષ્ટ્રઃ 2465 મોત
- ગુજરાતઃ 1092 મોત
- દિલ્હીઃ 556 મોત
- મધ્યપ્રદેશઃ 364 મોત
24 કલાકમાં 8909 નવા મામલા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,07,615 પર પહોંચી છે. 5815 લોકોના મોત થયા છે અને 1,00,303 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,01,497 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)