શોધખોળ કરો

Kolkata Doctor Case: દુષ્કર્મ-હત્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, CJI બોલ્યા- આ ડૉક્ટરોની સુરક્ષાનો સવાલ

Kolkata Doctor Case: કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી થઇ છે

Kolkata Doctor Case: કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી થઇ છે. સર્વોચ્ચ અદાલતે જૂનિયર ડૉક્ટરની દુષ્કર્મ અને હત્યા અને હૉસ્પિટલમાં તોડફોડના મામલામાં સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ ઘટનાની નોંધ લીધી અને કેસની સુનાવણી કરી. ચીફ જસ્ટિસ ચંદ્રચુડ ઉપરાંત આ કેસની સુનાવણી કરનાર બેન્ચમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.

'અમે ડૉક્ટરોની સુરક્ષાને લઇને ચિંતિત'
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે આ માત્ર હત્યાનો મામલો નથી. અમે ડૉક્ટરોની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. બેન્ચે કહ્યું કે મહિલાઓને સુરક્ષાથી વંચિત રાખવામાં આવી રહી છે. ખંડપીઠે પૂછ્યું કે આવા સંજોગોમાં ડૉક્ટરો કેવી રીતે કામ કરશે. અમે જોયું છે કે ઘણી જગ્યાએ તેમના માટે આરામ ખંડ પણ નથી.

પીડિતાની ઓળખ ઉજાગર થવા પર સુપ્રીમ કોર્ટ નારાજ 
સુપ્રીમ કોર્ટે પીડિતાની ઓળખ જાહેર કરવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે આ ઘટના દુઃખદ છે.

આરજી કર મેડિકલ કૉલેજના સેમિનાર હૉલમાં 9 ઓગસ્ટની મધ્યરાત્રિએ એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ ડૉક્ટરો વિરોધ કરી રહ્યા છે. કલકત્તા હાઈકોર્ટે આ કેસની તપાસ બંગાળ પોલીસ પાસેથી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને ટ્રાન્સફર કરી છે. કલકત્તા હાઈકોર્ટ પહેલાથી જ આ કેસમાં સામેલ છે તે હકીકતને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે. દેશભરમાં ચાલી રહેલા વિરોધ, ખાસ કરીને ડૉકટરો અને તેમની ચિંતાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ ન્યાયિક તપાસનો વ્યાપ વિસ્તૃત કરી શકે છે.

ડૉક્ટરોની હડતાળને એક અઠવાડિયું વીત્યુ 
આ કિસ્સામાં રવિવારે ડૉક્ટરોની હડતાલને એક અઠવાડિયું થઈ ગયું છે, જેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે CBI ગુનેગારોની ધરપકડ કરે અને કોર્ટ તેમને મહત્તમ સજા આપે. આ સિવાય તેઓ સરકાર પાસેથી આશ્વાસન ઈચ્છે છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને.

પીડિતાના માતા-પિતા દ્વારા કોર્ટની દેખરેખ હેઠળની તપાસ માટે પ્રાર્થના સહિતની અરજીઓ પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

પીડિતાની ઓળખ ઉજાગર કરનારા એકની ધરપકડ 
કોલકાતામાં પોલીસે પીડિતાની ઓળખ છતી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે તાલતાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે મૃતક મહિલા ડૉક્ટરને લગતી ત્રણ વાર્તાઓ ઇન્સ્ટાગ્રામ પર કીર્તિસોશિયલ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે અને તેમાં પીડિતાનો ફોટો અને ઓળખ જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ ધમકી આપવામાં આવી છે. પોલીસે ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી.

આ પણ વાંચો

Earthquake in Jammu Kashmir: એક પછી એક ભૂકંપના જોરદાર ઝટકાથી હલ્યૂ જમ્મુ-કાશ્મીર, રિએક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા

Success Story: યુટ્યૂબની સૌથી ફેમસ શિક્ષિકા હિમાંશી આજે કમાઇ રહી છે લાખો રૂપિયા, પહેલી કમાણી હતી માત્ર આટલા રૂપિયા...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયોSurat Firing Case : સુરતમાં સામાન્ય બબાલમાં યુવકે 3 લોકોને ધરબી દીધી ગોળી, જુઓ અહેવાલSurat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલKutch Murder Case : કચ્છમાં 21 વર્ષીય યુવતીની જાહેરમાં તલવારના ઘા મારી હત્યા, થઈ ગયો હાહાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Rajkot News: પિત્ઝાના શોખીન છો તો  સાવધાન, લાપીનોઝના પિત્ઝામાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Rajkot News: પિત્ઝાના શોખીન છો તો સાવધાન, લાપીનોઝના પિત્ઝામાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Ration Card Rules:  એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત
Ration Card Rules: એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત
Embed widget