શોધખોળ કરો
Advertisement
કુમારસ્વામી સરકાર જશે કે બચશે? કર્ણાટકા વિધાનસભામાં આજે થશે ફ્લૉર ટેસ્ટ
કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામી સરકારે 19 જુલાઇએ રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી ફ્લૉર ટેસ્ટની ડેડલાઇનું પાલન ન હતુ કર્યુ
બેગ્લુંરુઃ કર્ણાટકા વિધાનસભામાં આજે ખરાખરીનો જંગ ખેલાશે, કુમારસ્વામી માટે સરકાર બચાવવા માટે કરો યા મરોની સ્થિતિ બની ગઇ છે. આજે કર્ણાટકા વિધાનસભામાં વિશ્વાસના મત પર વૉટિંગ થઇ શકે છે, જેનાથી નક્કી થશે કે કુમારસ્વામીની સરકાર જશે કે બચશે. હાલમાં કર્ણાટકા વિધાનસભામાં કોંગ્રેસ-જેડીએસ સરકાર છે પણ જો ફ્લૉર ટેસ્ટ થશે તો સરકાર માટે બહુમતી મેળવવી મોટો પ્રશ્ન બની શકે છે. 15 થી 18 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, જેને જોતા સ્થિતિ કુમારસ્વામી માટે વિકટ છે.
મુખ્યમંત્રી કુમારસ્વામીએ બીજેપી પર અનૈતિક રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે, બીજેપી બંધારણના સિદ્ધાંતોનો પલટાવા માંગે છે. વળી ભાજપના પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, સોમવારે કુમારસ્વામી સરકારનો છેલ્લો દિવસ હશે.
કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામી સરકારે 19 જુલાઇએ રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી ફ્લૉર ટેસ્ટની ડેડલાઇનું પાલન ન હતુ કર્યુ. હવે આજે ફ્લૉર ટેસ્ટ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા પડ્યા બાદ હાલમાં કુમારસ્વામી સરકાર પાસે પુરતા આંકડા નથી. જેથી સરકાર પડી પણ શકે છે. કુમારસ્વામીએ બીજેપી પર સરકાર પાડવાનો પણ આરોપ લગાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion