શોધખોળ કરો
લતા મંગેશકરની સ્થિતિ નાજૂક, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ શું કહ્યું, જાણો વિગતે
ડૉક્ટરો અનુસાર, ભારત રત્ન પ્રાપ્ત લતા મંગેશકરને હજુ થોડાક દિવસો સુધી હૉસ્પીટલમાં રહેવુ પડી શકે છે, કેમકે ડિસ્ચાર્જની હાલ કોઇ સંભાવના નથી

મુંબઇઃ ગાયકીની દુનિયામાં સ્વરની રાની તરીકે જાણીતી લતા મંગેશકરની સ્થિતિ હાલ ખુબ જ નાજુક છે. હાલ લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, છાતીમાં દુઃખાવો થઇ રહ્યો છે. જેના કારણે દક્ષિણ મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઇસીયુમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોની ટીમે હાલ તેમને આઇસીયુમા રાખવાનું કહ્યું છે, લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુઃખાવો થઇ રહ્યો છે. હાલત એકદમ નાજુક છે, ડૉક્ટરોએ કહ્યું કે હાલની સ્થિતિમાં તેમને ડિસ્ચાર્જ કરી શકાશે નહીં, ડૉક્ટરની ટીમો તેમના પર દેખરેખ રાખી રહી છે. જોકે, પરિવારજનોનો દાવો છે કે તેમની સ્થિતિ સુધરી રહી છે. લતા મંગેશકરના ભત્રીજી રચનાએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, તેમની સ્થિતિ સારી છે અને તબિયતમાં સુધારો થઇ રહ્યો છે, જોકે, ડિસ્ચાર્જ મામલે તેમને કંઇપણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. ડૉક્ટરો અનુસાર, ભારત રત્ન પ્રાપ્ત લતા મંગેશકરને હજુ થોડાક દિવસો સુધી હૉસ્પીટલમાં રહેવુ પડી શકે છે, કેમકે ડિસ્ચાર્જની હાલ કોઇ સંભાવના નથી.
વધુ વાંચો





















