શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના આ રાજ્યમાં આજથી 28 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન, કોરોનાનું સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય
જમ્મુ-કાશ્મીર સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગના જણાવ્યા પ્રમાણે, કાશ્મીર જિલ્લાના તમામ રેડ ઝોનમાં 27 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.
શ્રીનગરઃ દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ અનેક રાજ્યો અને જિલ્લામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આજે જમ્મુ-કાશ્મીર સરકારે કોરોના સંક્રમણના વધતા મામલા અને મોતની સંખ્યાને ધ્યાનમાં રાખી 28 જુલાઈ સુધી કાશ્મીરમાં લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે.
જમ્મુ-કાશ્મીર સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગના જણાવ્યા પ્રમાણે, કાશ્મીર જિલ્લાના તમામ રેડ ઝોનમાં 27 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. તમામ અધિકારીઓને લોકડાઉનનું કડક પાલન કરાવવા નિર્દેશ આપવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન ખેતીવાડી/બાગાયત અને કન્સ્ટ્રક્શન ગતિવિધિ ચાલુ રહેશે.
રાજ્યમાં 24 જુલાઈથી આંશિક લોકડાઉન લગાવવામાં આવશે. આ દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિ બંધ રહેશે. શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી તમામ વસ્તુઓ બંધ રહેશે. આ દરમિયાન મેડિકલ ઈમરજન્સીના વાહનોને પાસની જરૂર નહીં પડે. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌતી વધારે 701 કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15,258 પર પહોંચી છે. જ્યારે 263 લોકોના મોત થયા છે. 8,455 લોકો સાજા થઈ ગયા છે અને 6,540 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion