શોધખોળ કરો
Advertisement
લોકડાઉનમાં બાંદ્રા સ્ટેશને હજારો મજૂરોને ભેગા કરનારો વિનય દુબે કોણ છે ? જાણો
વિનયના ફેસબુક એકાઉન્ટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ નવી મુંબઈનો રહેવાસી છે. તેણે ખુદને સામાજિક કાર્યકર્તા ગણાવ્યો છે.
મુંબઈઃ માયાનગરી મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર મજૂરોને ગુમરાહ કરી એકઠા કરવાના આરોપી વિનય દુબેની મુંબઈ પોલીસે અરોલી વિસ્તારમાંથી ધરપકડ હતી. હાલ વિનય ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. વિનયે કુર્લામાં 18 એપ્રિલે મજૂરો તરફથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી હોવાનો આરોપ પણ તેના પર છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિનય દુબે ચલો ઘર કી ઓર કેમ્પેન ચલાવતો હતો. તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી આ વાતનો ઉલ્લેખ છે.
કોણ છે વિનય દુબે
વિનયના ફેસબુક એકાઉન્ટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ નવી મુંબઈનો રહેવાસી છે. તેણે ખુદને સામાજિક કાર્યકર્તા ગણાવ્યો છે. ફેસબુક પર અનેક પોસ્ટ શેર કરી છે, જેમાં એક વીડિયોમાં તે મહારાષ્ટ્રમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના વતનમાં પહોંચાડી શકાય તે માટે નિઃશુલ્ક 40 બસોનો પ્રબંધ કર્યો હોવાનું બોલતો સાંભળવા મળે છે. રાજય સરકાર પાસેથી આની મંજૂરી માંગી હતી પરંતુ હજુ સુધી મળી નથી. વિનયનો આ વીડિયો 15 હજારથી વધારે વખત શેર કરવામાં આવી ચુક્યો છે.
રાજ ઠાકરે સાથે સ્ટેજ શેર કર્યો
વિનયના ફેસબુક એકાઉન્ટમા અપલોડ કરવામાં આવેલા ફોટામાં તે મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે સ્ટેજ શેર કરતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેની પ્રોફાઈલમાં અપલોડ એક ફોટામાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી રજૂ કરતો નજરે પડી રહ્યો છે.
અનેક રાજનેતાઓ સાથે નજીકના સંબંધ
રાજ ઠાકરે સાથે સ્ટેજ શેર કરવા ઉપરાંત વિનય દુબેના અનેક રાજનેતાઓ સાથે સારા સંબંધ છે. દુબેએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી કેટલાક ટ્વિટ કર્યા છે જેમાંથી તે એક સત્તાધારી પાર્ટીની સહયોગી એનસીપીના નેતાઓ સાથે ઝલક જોવા મળે છે. એક ટ્વિટમાં તેણે લખ્યું છે કે, મારા પિતાએ કોરોના સામેના જંગમાં મહારાષ્ટ્ર સરકારને તેમના જીવનની તમામ બચત દાન કરી દીધી. જેને સ્વીકારવા માટે ગૃહમંત્રી અનિલ દેશમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો પણ આભાર માન્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion