Lockdown: આ રાજ્યમાં લાદવામાં આવ્યું વીકેન્ડ લોકડાઉન, લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર પણ નહીં નીકળી શકે
Lockdown News: રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન રહેશે અને આગામી આદેશ સુધી લાગુ રહેશે. ઉપરાંત રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે.
Lockdown News: દેશમાં કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. આ દરમિયાન ઘણા રાજ્યોએ અમુક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. કોરોનાના કારણે જમ્મુ-કાશ્મીરમાં વીકેન્ડ દરમિયાન બિન જરૂરી આવવા-જવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન રહેશે અને આગામી આદેશ સુધી લાગુ રહેશે. ઉપરાંત રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે.
જમ્મુ-કાશ્મીરમાં શું છે કોરોનાની સ્થિતિ
હાલ જમ્મુ-કાશ્મીરમાં કોરોનાના 7932 એક્ટિવ કેસ છે, જ્યારે 3,37,683 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 4,552 લોકોના કોરોનાથી મોત થયા છે.
ભારતમાં કોરોનાનું ચિત્ર
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,68,833નવા કેસ નોંધાયા છે અને 402 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 122684 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14,17,820 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.66 ટકા છે ઓમિક્રોનના કુલ કેસ 6041 થયા છે. દેશમાં 14 જાન્યુઆરીએ 16,13,740 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- કુલ એક્ટિવ કેસઃ 14,17,820
- કુલ ડિસ્ચાર્જઃ 3,49,47,390
- કુલ મૃત્યુઆંકઃ 4,85,752
- કુલ રસીકરણઃ 156,02,51,117