શોધખોળ કરો
રાજીનામું આપતાં જ નવજોત સિદ્ધુને આ પાર્ટીએ આપી મુખ્યમંત્રી પદની ઓફર, જાણો વિગતે
લોક ઇન્સાફ પાર્ટી (લોકપા)એ સિદ્ધુને મુખ્યમંત્રી પદની ઓફર કરી છે

નવી દિલ્હીઃ પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા ચૂકેલા નવજોત સિંહ સિદ્ધુએ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. પંજાબના મુખ્યમંત્રીને રાજીનામુ મોકલી આપ્યુ છે. રાજીનામું આપતા જ રાજકારણમાં મોટી ઉથલપાથલ થવા લાગી છે. લોક ઇન્સાફ પાર્ટી (લોકપા)એ સિદ્ધુને મુખ્યમંત્રી પદની ઓફર કરી છે. લોક ઇન્સાફ પાર્ટી (લોકપા)ના અધ્યક્ષ સિમરજીત સિંહ બૈન્સે કહ્યું કે કોંગ્રેસમાં ઇમાનદાર લોકોનો શ્વાર રુંધાય છે, કોંગ્રેસમાં ઇમાનદાર લોકોની કદર નથી થતી. સિમરજીત સિંહે કપૂરથલા પ્રવાસ દરમિયાન સિદ્ધુને પોતાની પાર્ટીમાં સામેલ થવાની ઓફર કરી હતી. તેમને કહ્યું કે, સિદ્ધુ સાહેબ તમે અમારી પાર્ટીમાં આવી જાઓ, 2022માં અમે તમને સીએમ તરીકે પ્રૉજેક્ટ કરીને ચૂંટણી લડીશુ. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ બીજેપી છોડીને કોંગ્રેસમાં જૉઇન થયા હતા, હવે કોંગ્રેસમાં પણ અમરિંન્દર સિંહ સાથે મતભેદ થતાં પાર્ટી સાથે અણબનાવ ઉભો થયો છે.
વધુ વાંચો





















