Lok Sabha 2024 : ભાજપ માટે ખતરાની નિશાની!!! PM મોદીને લઈ સર્વેમાં થયો મોટો ખુલાસો
તાજેતરમાં સી-વોટર અને ઈન્ડિયા ટુડેએ લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની વ્યૂહરચના, ચૂંટણીના દાવાઓ અને સમીકરણોને તપાસવા માટે એક સર્વે કર્યો હતો.
Lok Sabha Elections 2024 Survey: લોકસભા ચૂંટણી 2024 પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતાના રાજકીય સમીકરણોની ગોઠવણ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. આ સાથે જ કોંગ્રેસે ભારત જોડો યાત્રાના સહારે સરકતા જતા રાજકીય મેદાનને વધુ મજબૂત કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. તો ટીઆરએસ નેતા કેસીઆરના નેતૃત્વમાં ત્રીજા મોરચાના ગણગણાટથી પણ ઘણાની બેચેની વધી ગઈ છે.
તાજેતરમાં સી-વોટર અને ઈન્ડિયા ટુડેએ લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની વ્યૂહરચના, ચૂંટણીના દાવાઓ અને સમીકરણોને તપાસવા માટે એક સર્વે કર્યો હતો. જેમાં 'જો હાલ લોકસભાની ચૂંટણી યોજાય તો જનતાનો મૂડ કેવો છે'ની તર્જ પર સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં સામે આવ્યું છે કે, છેલ્લા 6 વર્ષમાં મોદી સરકારના કામકાજથી અસંતુષ્ટ લોકોની સંખ્યામાં લગભગ 50 ટકાનો વધારો થયો છે.
6 વર્ષમાં અસંતુષ્ટોની સંખ્યામાં આ રીતે વધારો થયો
સર્વે મુજબ મોદી સરકારના કામકાજથી અસંતુષ્ટ લોકોની સંખ્યા 18 ટકા છે. જ્યારે 2016માં થયેલા સમાન સર્વેમાં આ આંકડો માત્ર 12 ટકા હતો. તેના આધારે કહી શકાય કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારના કામકાજથી અસંતુષ્ટ લોકોની સંખ્યામાં 6 વર્ષમાં 6 ટકાનો વધારો થયો છે. જો કે, તે પસાર થતા દરેક વર્ષે ઉપર અને નીચે થતો રહે છે.
કોરોના મહામારી દરમિયાન ઓગસ્ટ 2020માં કરવામાં આવેલા આ સર્વેમાં મોદી સરકારના કામકાજથી અસંતુષ્ટ લોકોની સંખ્યા માત્ર 9 ટકા હતી. જે હવે 18 ટકા થઈ ગયો છે. જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં કરવામાં આવેલા આ સર્વેમાં મોદી સરકારની કામગીરી સામે અસંતુષ્ટોની સંખ્યા 32 ટકા પર પહોંચી ગઈ હતી. જે નવા સર્વેમાં લગભગ અડધા સુધી પહોંચી ગયું છે.
સર્વેમાં વધુ એક ચોંકાવનારો આંકડો આવ્યો સામે
આ સર્વેમાં મોદી સરકારના કામકાજથી ખુશ એવા લોકોની સંખ્યા ચોંકાવનારી છે. સર્વે મુજબ મોદી સરકારના કામકાજથી સંતુષ્ટ લોકોની સંખ્યા 67 ટકા છે. સાથે જ આ સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે 2016માં એવા લોકોની સંખ્યા 40 ટકા હતી જેઓ મોદી સરકારના કામકાજથી સંતુષ્ટ કે અસંતુષ્ટ ન હતા. જે જાન્યુઆરી 2023ના આ સર્વેમાં ઘટીને માત્ર 11 ટકા થઈ ગયો છે.
આ સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે, 52 ટકા લોકો પીએમ પદના વિકલ્પ તરીકે નરેન્દ્ર મોદીના પક્ષમાં જોવા મળી રહ્યા છે. જ્યારે માત્ર 14 ટકા લોકો રાહુલ ગાંધીના પક્ષમાં જોવા મળી રહ્યા છે.