Lok Sabha Election: કર્ણાટકમાં ચાલશે કોગ્રેસનો જાદૂ, 2024માં 60 ટકા બેઠકો પર UPAનો થશે વિજય, સર્વેમાં ખુલાસો
સર્વેમાં લોકોને લોકસભા ચૂંટણીને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં કર્ણાટકમાં યુપીએના ખાતામાં 17 બેઠકો દર્શાવવામાં આવી છે
Lok Sabha Election Survey For Karnataka: તાજેતરમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને એક સર્વે આવ્યો છે. તેના પરિણામો કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ માટે મોટા સમાચાર લઈને આવ્યા છે. સર્વે મુજબ જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો કર્ણાટકમાં યુપીએને બમ્પર સીટો મળવાની છે.
સી-વોટર અને ઈન્ડિયા ટુડેના 'મૂડ ઓફ ધ નેશન' સર્વેમાં લોકસભા ચૂંટણીને લઈને દેશના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વે મુજબ કર્ણાટકની લોકસભાની સીટોમાંથી 60 ટકા સીટો લોકસભા ચૂંટણીમાં યુપીએના ખાતામાં જવાની છે. જો 2019ની લોકસભા ચૂંટણી સાથે તેની સરખામણી કરીએ તો યુપીએની સીટોની સંખ્યા 8 ગણી વધી છે.
કર્ણાટકમાં યુપીએની 17 બેઠકો છે
સર્વેમાં લોકોને લોકસભા ચૂંટણીને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં કર્ણાટકમાં યુપીએના ખાતામાં 17 બેઠકો દર્શાવવામાં આવી છે. જો તમે 2019ના પરિણામો પર નજર નાખો તો યુપીએને માત્ર બે બેઠકો મળી હતી. જેમાં કોંગ્રેસને એક સીટ અને જેડીએસને એક જ સીટ મળી હતી. રાજ્યમાં ભાજપે 25 બેઠકો જીતી હતી જ્યારે એક બેઠક અપક્ષે જીતી હતી. સર્વે મુજબ, ચાર વર્ષ પછી કર્ણાટકમાં મતદાતાઓનો મૂડ સંપૂર્ણપણે બદલાઈ ગયો હોય તેવું લાગે છે અને ફરી એકવાર કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ લોકસભા માટે રાજ્યમાં પ્રથમ પસંદગી બની રહી છે. રાજ્યમાં લોકસભાની કુલ 28 બેઠકો છે.
ખાસ વાત એ છે કે જો છેલ્લા બે સર્વેમાં યુપીએની સીટો સતત વધી રહી છે. સી વોટરએ ઓગસ્ટ 2022માં પણ આવો જ સર્વે કર્યો હતો, જેમાં યુપીએને 13 સીટો મળવાનો અંદાજ હતો. 6 મહિના પછી આવેલા સર્વેમાં કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધનને 4 બેઠકોનો ફાયદો થયો છે.
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે
સર્વેમાં કર્ણાટકના પરિણામો કોંગ્રેસ માટે મોટા સમાચાર સમાન છે. ખાસ કરીને જ્યારે આગામી થોડા મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વિધાનસભા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે આ સર્વે વિધાનસભા ચૂંટણી માટે નથી પરંતુ કર્ણાટકમાં જે રીતે યુપીએની લોકપ્રિયતા વધી રહી છે તે કોંગ્રેસ માટે સારા સમાચાર છે.
'BJP રમી રહી છે ડબલ ગેમ'- બંગાળ વિભાજન વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે TMC, આપ્યુ 48 કલાકનું અલ્ટીમેટમ
Bengal Partisan: પશ્ચિમ બંગાળના બજેટ સત્રના પહેલા દિવસે તૃમમૂલ કોંગ્રેસે (TMC) ઉત્તર બંગાળને અલગ રાજ્ય બનાવવાની માંગને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે પોતાનો મત સ્પષ્ટ કરવા માટે કહ્યુ છે. ટીએમસીએ બંગાળના વિભાજન વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવની જાહેરાત કરી છે. ઉત્તર બંગાળના વિકાસ મંત્રી ઉદયન ગુહાએ રાજ્યના વિભાજન પર પોતાનો મત સ્પષ્ટ કરવાને લઇને બીજેપીને 48 કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ છે. તેમને બીજેપી પર બંગાળના લોકોની સાથે ડબલ ગેમ રમવાનો આરોપ લગાવ્યો છે. ટીએમસીનો આરોપ છે કે આ માંગની પાછળ બીજેપીના નેતા છે.
બંગાળને તોડવાની કોશિશનો આરોપ -
સિલીલુડીમાં મીડિયા સાથેની વાતચીતમાં ગુહાએ કહ્યું કે, ભાજપા બંગાળના લોકોની સાથે ડબલ ગેમ રમી રહી છે. દક્ષિણ બંગાળમાં, તે કહે છે કે તે ઉત્તર બંગાળને એક અલગ રાજ્ય નથી બનાવવા માંગતા, જ્યારે ઉત્તર બંગાળમાં તેમના સાંસદ અને ધારાસભ્યો અલગ રાજ્યની માંગ કરી રહી છે. ભાજપાને 48 કલાકની અંદર પોતાનો મત સ્પષ્ટ કરવો પડશે.
ટીએમસી મંત્રીએ ભાજપ પર બંગાળમાં ગડબડી પેદા કરવાનો પણ આરોપ લગાવ્યો છે, કેમ કે ચૂંટણી નજીક છે. તેમને કહ્યું કે, બંગાળને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમે આ બજેટ સત્રમાં આના વિરુદ્ધ પ્રસ્તાવ લાવીશું. વળી, પશ્ચિમ બંગાળના મંત્રી સોવનદેબ ચટ્ટોપાધ્યાયએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે વિપક્ષ સહિત દરેક ધારાસભ્ય આ પ્રસ્તાવનું સમર્થન કરે.