શોધખોળ કરો
Advertisement
દેશ કા મૂડ: ઉત્તર ભારતમાં ભાજપને થઇ શકે છે મોટુ નુકસાન-સર્વે
નવી દિલ્હી: વર્ષ 2019માં વિપક્ષ એકજૂથ થઇને મોદી સરકારને ઘેરવાની યોજના બનાવી રહી છે. ત્યાં બીજેપીને વિશ્વાસ છે કે ફરી એક વખત પૂર્ણ બહુમત સાથે વાપસી કરશે. જો દેશમાં આજે ચૂંટણી યોજાય તો કોની સરકાર બનશે? તેને લઈને દેશની જનતાનો મૂડ જાણવા એબીપી ન્યૂઝે એક મોટો સર્વે કર્યો છે. સર્વે પ્રમાણે ઉત્તર ભારતની 151 બેઠકોની વાત કરીએ તો જો અત્યારે ચૂંટણી યોજાય તો એનડીએને મોટું નુકસાન થાય તેવું અનુમાન છે.
એબીપી ન્યૂઝ અને સીએસડીએસ સાથે કરેલા સર્વે પ્રમાણે ઉત્તર ભારતની 151 સીટમાંથી એનડીએને 86 થી 94 યૂપીએને 23 થી 27 અને અન્યને 33 થી 39 બેઠક મળે તેવું અનુમાન છે. 2014માં ઉત્તર ભારતમાં એનડીએને 134, યૂપીએને 8 અને અન્યને 9 બેઠક મળી હતી. ઉત્તર ભારતમાં વિપક્ષ એકજૂથ થવાની અસર એનડીએના પ્રદર્શન પર સ્પષ્ટ નજર આવી રહી છે.
સર્વે પ્રમાણે રાજસ્થાનમાં જો અત્યારે લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તો એનડીએના ખાતામાં 45 ટકા, યૂપીએને 42 ટકા અને અન્યના ખાતામાં 13 ટકા વોટ શેર મળે તેવું અનુમાન છે. 2014ના આંકડાની વાત કરીએ તો એનડીએને 55 ટકા અને યૂપીએ 30 ટકા અન્યને 15 ટકા વોટ શેર મળ્યા હતા. રાજસ્થાનમાં 2014ના મુકાબલે એનડીએને 10 ટકા વોટ શેરનું નુકસાન થઈ રહ્યું છે. ત્યાં યૂપીએને 12 ટકા વોટ શેરનો ફાયદો થતો નજર આવી રહ્યો છે.
સર્વે પ્રમાણ ઉત્તરપ્રદેશનમાં એનડીએને આઠ ટકા વોટ શેરનું નુકસાન થતું નજર આવી રહ્યું છે. એનડીએને 35 ટકા, યૂપીએને 12 ટકા, અન્યના હિસ્સામાં 53 ટકા વોટ શેર મળવાનું અનુમાન છે. અન્યમાં એસપી, બીએસપી જેવી પાર્ટીઓ છે. 40 બેઠકવાળી ઉત્તર પ્રદેશમાં 2014માં આંકડાની વાત કરીએ તો એનડીએ 43 ટકા વોટ શેર સાથે સૌથી મોટા ગઠબંધન તરીકે સામે આવી હતી. 2014માં યૂપીએને માત્ર 8 ટકા વોટ શેર મળ્યા હતા. આ વખતે ચાર ટકા ફાયદાનું અનુમાન છે. અન્યની વાત કરીએ તો 2014માં 49 ટકા મત મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement