Lok Sabha Elections: 'મોદીનો પરિવાર', અમિત શાહ, નડ્ડા સહિત તમામ ભાજપ નેતાઓએ 'એક્સ' પર કેમ બદલ્યો બાયો?
કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા 'એક્સ' પર પોતાના પ્રોફાઈલ નામ બદલી નાખ્યા

Lok Sabha Elections: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણામાં આરજેડી ચીફ લાલુ પ્રસાદ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમણે મારા પરિવારને લઈને મારા પર નિશાન સાધ્યું છે. હવે આખો દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છું. પીએમ મોદીના નારા બાદ તરત જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા 'એક્સ' પર પોતાના પ્રોફાઈલ નામ બદલી નાખ્યા હતા.
Union Home Minister Amit Shah, BJP national president JP Nadda and other party leaders change their bio in solidarity with PM Modi after RJD chief Lalu Yadav's 'Parivarvaad' jibe pic.twitter.com/CrGxb9b39O
— ANI (@ANI) March 4, 2024
બીજેપીના કયા નેતાઓએ બદલ્યો ‘એક્સ’ બાયો
અમિત શાહ
જેપી નડ્ડા
નીતિન ગડકરી
પિયુષ ગોયલ
અનુરાગ ઠાકુર
સંબિત પાત્રા
નોંધનીય છે કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે રવિવારે પટનાના ગાંધી મેદાનમાં આયોજિત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. આ સાથે જ પીએમ મોદીએ લાલુ યાદવને પોતાની સ્ટાઈલમાં જડબાતોડ જવાબ આપ્યો હતો અને છે અને નવો નારો આપ્યો હતો. આ સંદર્ભે હવે મોદી સરકારના મંત્રીઓ એકદમ સક્રિય થઈ ગયા છે અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના પ્રોફાઇલ નામમાં 'મોદીનો પરિવાર' ઉમેરી રહ્યા છે.
मैं हूँ मोदी का परिवार…#ModiKaParivar pic.twitter.com/P8qZMQGJIP
— Sambit Patra (Modi Ka Parivar) (@sambitswaraj) March 4, 2024
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "મારું જીવન એક ઓપન બુક છે. મેં બાળપણમાં એક સપનું લઈને ઘર છોડ્યું હતું કે હું મારા દેશવાસીઓ માટે જીવીશ. મારી દરેક ક્ષણ ફક્ત તમારા માટે જ હશે. મારું કોઈ અંગત સ્વપ્ન નહીં હોય. તમારું સ્વપ્ન મારો સંકલ્પ હશે." તમારા સપના પૂરા કરવા માટે હું મારું જીવન વિતાવીશ. દેશના કરોડો લોકો મને પોતાનો માને છે. તેઓ મને તેમના પરિવારનો સભ્ય માને છે. 140 કરોડ દેશવાસીઓ, આ મારો પરિવાર છે."
તેલંગણામાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ યુવાનો મારો પરિવાર છે. દેશની કરોડો દીકરીઓ, માતાઓ અને બહેનો મોદીનો પરિવાર છે. દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે, બાળકો, વૃદ્ધો મોદીનો પરિવાર છે. જેમનું કોઈ નથી, તેઓ પણ મોદીના છે અને મોદી પણ તેમના છે. મારુ ભારત મારો પરિવાર છે. હું તમારા માટે જીવું છું અને લડી રહ્યો છું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
