શોધખોળ કરો

Women Reservation Bill: મહિલા અનામત બિલ માટે આગળનો રસ્તો અઘરો, જાણો કેવા કેવા પડકારો ઝીલવા પડશે ?

બિલમાં મહિલાઓને આપવામાં આવેલા 33 ટકા અનામતમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત આપવાનો પ્રસ્તાવ છે.

Women Reservation Bill: નવી સંસદનું ઉદઘાટન 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે મહિલા અનામત બિલની જાહેરાત સાથે કરવામાં આવી હતી. મંગળવારે વડાપ્રધાનની જાહેરાત પછી કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે બિલ (128મું સંશોધન બિલ) રજૂ કર્યું. સરકારે નારી શક્તિ વંદન એક્ટ બિલ નામ સાથે મહિલા અનામત બિલ રજૂ કર્યું અને કહ્યું કે આનાથી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. સંસદમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ ક્વૉટા બનાવવા માટે 1996થી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માર્ચ 2010માં રાજ્યસભાએ બંધારણ (108મો સુધારો) ખરડો, 2008 પસાર કર્યો હતો, પરંતુ આ બિલ લોકસભામાં રજૂ થઈ શક્યુ ન હતું, જો મંગળવારે રજૂ કરવામાં આવેલ બિલ સંસદના બંને ગૃહોમાં ઝડપથી પસાર થઈ જાય તો પણ તેને લાગુ કરવામાં થોડો સમય લાગી શકે છે.

બિલમાં મહિલાઓને આપવામાં આવેલા 33 ટકા અનામતમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત આપવાનો પ્રસ્તાવ છે. જોકે, ઓબીસી સમુદાયની મહિલાઓ માટે અનામતનો કોઈ પ્રસ્તાવ નથી, જેનો મુદ્દો આરજેડી અને સપા સતત ઉઠાવી રહ્યા છે. જ્યારે પણ આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે બંને પક્ષોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે આ વખતે તેમનું સ્ટેન્ડ શું છે કારણ કે આ બંને પાર્ટીઓ I.N.D.I.A ગઠબંધનનો હિસ્સો છે, જ્યારે કોંગ્રેસ સહિત ગઠબંધનના અન્ય પક્ષો બિલના સમર્થનમાં છે. આરજેડી અને સપા ઓબીસી વર્ગની રાજનીતિ કરે છે.

કઇ રીતે થશે અનામત બેઠકોની ઓળખ ?
હવે જોવાની વાત એ છે કે, અનામત બેઠકોની ઓળખ કેવી રીતે થશે. બિલમાં કહેવામાં આવ્યું છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત હશે. જો કે, બેઠકો કેવી રીતે ઓળખવામાં આવશે તેનો કોઈ ઉલ્લેખ નથી. 2010માં પણ જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે મહિલાઓ માટે કઈ સીટો અલગ રાખવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જોકે, સરકારે એવી દરખાસ્ત કરી હતી કે મહિલાઓ માટે અનામત મતવિસ્તાર લૉટના ડ્રૉ દ્વારા મેળવવામાં આવશે તે સુનિશ્ચિત કરવા માટે કે સતત ત્રણ ચૂંટણીઓમાં કોઈ બેઠક એક કરતા વધુ વખત અનામત ન હોય. વળી, મંગળવારે રજૂ કરવામાં આવેલા બિલમાં અનામત બેઠકોના રૉટેશનનો પણ પ્રસ્તાવ છે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે મહિલાઓ માટે 33 ટકા અનામત બેઠકો કેવી રીતે ઓળખવામાં આવશે. આ બિલ પર બુધવારથી ચર્ચા શરૂ થશે.

કયા બંધારણીય સુધારાઓની પડશે જરૂર ?
જો મહિલા અનામત બિલ પસાર થાય તો જરૂરી બંધારણીય સુધારાઓ પૈકી, સીમાંકન માટે કલમ 82 અને 170(3)માં સુધારો પણ છે. સીમાંકન બાદ જ મહિલા અનામતનો અમલ થશે. દરેક વસ્તી ગણતરી પછી કલમ 82 હેઠળ સીમાંકન કાયદો લાગુ કરવામાં આવે છે, જેમાં વસ્તી ગણતરી પછી પ્રાદેશિક મતવિસ્તારોની પુનઃ વ્યાખ્યા કરવામાં આવે છે. વળી, કલમ 170(3) એસેમ્બલીઓની રચના સાથે સંબંધિત છે. જો મહિલા અનામત બિલ પસાર થાય છે, તો તે 15 વર્ષ માટે લાગુ રહેશે. જો કે, 15 વર્ષનો સમયગાળો પૂરો થયા બાદ તેને વધુ લંબાવી શકાય છે, જેના માટે ફરીથી સંસદમાં બિલ રજૂ કરવું પડશે. બીજી નોંધનીય બાબત એ છે કે બિલ દ્વારા મહિલાઓને માત્ર લોકસભા અને વિધાનસભાઓમાં જ અનામત મળશે. આ રાજ્યસભા અને વિધાન પરિષદોમાં લાગુ થશે નહીં.

શું છે પરિસીમન ?
જો મહિલા અનામત બિલ પસાર થઈ જશે તો પણ તે આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં લાગુ થશે નહીં કારણ કે સીમાંકનનું કામ પૂર્ણ થયું નથી. સીમાંકનનું કામ 2026માં શરૂ થશે, મતવિસ્તારના વિભાજન પછી જ નક્કી થઈ શકશે કે કઈ સીટો મહિલાઓ માટે અનામત રહેશે. લોકશાહીમાં વસ્તીનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ થઈ શકે અને દરેકને સમાન તકો મળે તે માટે સમયાંતરે વધતી જતી વસ્તીના આધારે મતવિસ્તારો ફરીથી નક્કી કરવામાં આવે છે. આના દ્વારા લોકસભા અને વિધાનસભા બેઠકોના વિસ્તારોને ફરીથી નિર્ધારિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા પોતે જ સીમાંકન કહેવાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget