વેપારીની પત્નિ સાથે યુવકને બંધાયા શરીર સંબંધ, પતિ સંબંધોમાં વિઘ્નરૂપ લાગતાં પ્રેમીએ મારી દીધી ગોળી ને........
પ્રેમ પ્રકરણમાં પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી હોવાનુ સામે આવ્યા છુ. પોલીસે કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી અને બે કલાકની અંદર જ આખી ઘટનાનો પર્દાફાશ કરી દીધો હતો
મહોલીઃ સીતાપુર મહોલી વિસ્તારમાં ગઇ રાત્રે એક સનસનીખેજ ઘટના સામે આવી છે, અહીં એક પ્રેમ પ્રકરણમાં પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી હોવાનુ સામે આવ્યા છુ. પત્નીએ પોતાની પતિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, ઘટના બાદ આરોપી ફરાર થઇ ગઇ હતી. પોલીસે કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી અને બે કલાકની અંદર જ આખી ઘટનાનો પર્દાફાશ કરી દીધો હતો. મૃતકની પત્નીએ અનૈતિક સંબંધોને લઇને હત્યા કર્યોનો ગુનો પણ કબુલી લીધો, પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
મહોલી વિસ્તારમાં મસ્જિદ બજારમાં રહેતા મોહિઉદ્દીન (45) કબાડીના વેપારી હતા, શુક્રવારે મોડી રાત્રે સાયકલ પર સવાર થઇને નજીકના ગામ નિયાજપુર ગયા હતા. જ્યાંથી તે મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો, આ સમયે તેની નિયાજપુર ગામની નજીક અલ્લીપુર મૉડની નજીક ચકમાર્ગ પર છાતીમાં ગોળી મારીને વેપારીની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના બાદ હત્યારાઓ લાશ ફેંકીને ફરાર થઇ ગયા હતા.
રસ્તા પરથી પસાર થઇ રહેલા લોકોએ લાશ જોઇને પોલીસને માહિતી આપી હતી. બાદમાં મૃતકના ભાઇ આશિક અલી પણ ત્યાં પહોંચી ગયો હતો. પોલીસને ઘટના સ્થળેથી મૃતકની સાયકલ અને મોબાઇલ પડેલા મળ્યા હતા. પોલીસે મૃતકના ભાઇ સાથે પુછપરછ કરી તો પોલીસને કેટલીક કડીઓ મળી હતી.
પોલીસે આ કેસને ઉકેલવા માટે કેટલીક ટીમો બનાવી અને કેટલાક સંદિગ્ધોને પકડીને પુછપરછ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન પોલીસને એક ખાસ માણસ મળ્યો. જેને બતાવ્યુ કે ત્રણ લોકોને એક સાથે ભાગતા જોયા હતા. શકના આધાર પર પોલીસે નિયાજપુર ગામના રહેવાસી તસ્લીમને પકડી લીધો. તેની સાથેની પુછપરછમાં કેટલીય મુખ્ય કડીયો મળી. તેને બાદમાં મોહિઉદ્દીની ગોળી મારીને હત્યા કર્યાનો ગુનો કબુલ કરી દીધો હતો. તેને રવિ પ્રકાશ, રાજેશ વર્માની સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પુછપરછમાં હત્યાના આરોપીઓએ બતાવ્યુ કે, મૃતકની પત્ની તસ્લીમના આરોપી સાથે શારીરિક સંબંધો હતા. જેમાં પતિ વિઘ્ન બની રહ્યો હતો, ઘટનામાં વપરાયેલા હથિયાર પણ પોલીસે જપ્ત કરી લીધા હતા.