શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશઃ બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 8 મજૂરોના મોત, 50થી વધારે ઘાયલ
મજૂરો ટ્રકમાં સવાર થઈને મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ આવતા હતા ત્યારે દુર્ઘટના બની હતી. ટ્રકે બસને ટક્કર મારતા થયેલા અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા.
ગુનાઃ કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે પ્રવાસી મજૂરો સાથે દુર્ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં બસ દુર્ઘટના બાદ હવે મધ્યપ્રદેશના ગુનામાં ભીષણ દુર્ઘટનામાં 8 મજૂરોના મોત થયા છે અને 50થ વધારે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
મજૂરો ટ્રકમાં સવાર થઈને મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ આવતા હતા ત્યારે દુર્ઘટના બની હતી. ટ્રકે બસને ટક્કર મારતા થયેલા અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને તંત્રના ઓફિસરો પહોંચી ગયા હતા અને ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુના પોલીસના કહેવા મુજબ, બસ અને ટ્રકમાં યાત્રી સવાર હતા. આ તમામ લોકો લોકડાઉનના કારણે તેમના ઘરે જઈ રહ્યા હતા. મોડી રાતે બસ અને ટ્રકની ટક્કર થઈ હતી. જેમાં 8 લોકોના મોત થયા હતા અને 50થી વધારે ઘાયલ થયા હતા. ઘટના સ્થળે જ ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. હાલ તેની શોધખોળ ચાલુ છે.
Madhya Pradesh: 8 labourers dead & around 50 injured after the truck they were travelling in, collided with a bus in Cantt PS area in Guna last night. Injured persons shifted to district hospital.All the 8 killed labourers were going to their native places in UP from Maharashtra. pic.twitter.com/OaB9SCLpjY
— ANI (@ANI) May 14, 2020
કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનથી દેશભરમાં પ્રવાસી મજૂરો ફસાઈ ગયા છે. રોજગારી છીનવાઈ ગયા બાદ હજારો મજૂરો તેમના વતન તરફ પલાયન કરી રહ્યા છે. શ્રમિકો પગપાળા જ ઘર તરફ ચાલી નીકળ્યા છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રમાં રેલવેના પાટા પર 16 મજૂરો કચડાઈ ગયા હતા.8 labourers lost their lives & 54 others were injured, they are being treated at the district hospital. Postmortem & further investigation underway: TS Baghel, ASP Guna #MadhyaPradesh https://t.co/4AMD28IT5g pic.twitter.com/HL5ybGcZxp
— ANI (@ANI) May 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement