શોધખોળ કરો
Advertisement
દેશનું આ રાજ્ય ગાંજાની ખેતીને કરશે કાયદેસર, કેન્સરની દવા બનાવવામાં થશે ઉપયોગી
સરકારના જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે, આ ગાંજો નથી, પરંતુ ગાંજાનો એક પ્રકાર છે. જેની ખેતી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ થાય છે. તેમણે કહ્યું કે તેને ઉપયોગ કેન્સરની દવા બનાવવામાં ઉપયોગ થશે.
ભોપાલ: મધ્યપ્રદેશની કમલનાથ સરકાર ગાંજાની ખેતીને કાયદેસર કરવા જઈ રહી છે. તેના માટે અફીણની ખેતીની જેમ દર વર્ષે લાયસન્સ આપવામાં આવશે. સરકારનો દાવો છે કે તેનો ઉપયોગ કેન્સરની દવા તથા અન્ય દવા બનાવવા માટે કરવામાં આવશે. ગાંજાની ખેતીને કાયદેસર બનાવવા માટે સરકાર વાણિજ્ય કર વિભાગ પ્રદેશના એનડીપીએસ નિયમ 1985માં ફેરફાર કરશે.
મધ્યપ્રદેશ સરકારે આ નિર્યણ ઇસડકેંન કંપનીના પ્રસ્તાવ લીધો છે. કંપનીએ ગાંજાથી કેન્સર સહિત અન્ય બીમારીઓની દવા બનાવવા માટે 1200 કરોડ રૂપિયાના રોકાણ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. જેને મુખ્યમંત્રી કમલનાથે મંજૂરી આપી દીધી છે.
સરકારના જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે, આ ગાંજો નથી, પરંતુ ગાંજાનો એક પ્રકાર છે. જેની ખેતી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ થાય છે. તેમણે કહ્યું કે તેને ઉપયોગ કેન્સરની દવા બનાવવામાં ઉપયોગ થશે. તેની ખેતીથી એક નવી શૈલી મધ્યપ્રદેશમાં આવશે. મંત્રી શર્માએ કહ્યું કે તેનો ઉપયોગ ખાવા પીવા માટે નહીં થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement