શોધખોળ કરો
જ્યોતિરાદિત્ય સિંધિયાને લઈ કોંગ્રેસે કર્યુ ઇમોશનલ ટ્વિટ, લખ્યું- ‘ઘર છોડકર મત જાઓ, કહીં ઘર ન મિલેગા..’
બીજેપીમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માન્યો.

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની રાજનીતિના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ ગયા છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તેમણે ભાજપનું સભ્યપદ લીધું હતું. જેપી નડ્ડાએ ફૂલ આપીને તેનું ભાજપમાં સ્વાગત કર્યુ હતું. રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોળીના દિવસે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
બીજેપીમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માન્યો હતો. જે બાદ તેણે કહ્યું, મારા જીવનમાં બે તારીખ મહત્વની છે. 30 સપ્ટેમ્બર 2001ના દિવસે મારા પિતાનું નિધન થયું હતું. જે દિવસે મારા પિતાનું અવસાન થયું તે જિંદગી બદલનારો દિવસ હતો. બીજી તારીખ 10 માર્ચ 2020 છે. આ દિવસે જીવનનો મોટો નિર્ણય લીધો હતો. રાજનીતિનો મતલબ સેવા કરવી છે.
18 વર્ષ સુધી કોંગ્રેસને સાથ આપનારા સિંધિયા ભાજપમાં ભળી ગયા બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી એક કવિતા શેર કરવામાં આવી છે. જેમાં લખ્યું છે, “ઘર છોડકર મત જાઓ, કહીં ઘર ન મિલેગા....”
સિંધિયાની સાથે તેના સમર્થક એવા 22 ધારાસભ્યોના રાજીનામાના કારણે મધ્યપ્રદેશની કમલનાથ સરકાર પર સંકટના વાદળો છવાઈ ગયા છે. SBIના ગ્રાહકો માટે મોટા સમાચાર, મિનિમમ બેલેન્સ પર લાગતો ચાર્જ થયો ખતમ દિલ્હીમાં હિંસા માટે 300 લોકો ઉત્તરપ્રદેશથી આવ્યાઃ અમિત શાહ તેલંગાણા અને તમિલનાડુમાં ભાજપે કોને બનાવ્યા પ્રદેશ અધ્યક્ષ, નામ જાણીને ચોંકી જશો BJPએ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાંથી રાજ્યસભાના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટसम्मान-सौहार्द का, ये मंज़र न मिलेगा, घर छोड़ कर मत जाओ, कहीं घर न मिलेगा। याद बहुत आयेंगे, रिश्तों के ये लम्बे बरस, साया जब वहाँ कोई, सर पर न मिलेगा। नफ़रत के झुंड में, आग तो मिलेगी बहुत, पर यहाँ जैसा कहीं, प्यार का दर न मिलेगा। घर छोड़कर मत जाओ, कहीं घर न मिलेगा। pic.twitter.com/QbmdWpagrF
— MP Congress (@INCMP) March 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
