શોધખોળ કરો
Advertisement
જ્યોતિરાદિત્ય સિંધિંયા BJPમાંથી રાજ્યસભાના સાંસદ બનશે ? જાણો વિગત
સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવારે સાંજે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે થઈ હતી. આ મુલાકાતમાં સિંધિયાને રાજ્યસભા મોકલવાની ફોર્મુલા પર સહમતિ બની છે.
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ફરી એક વખત રાજકીય સંકટ ઉભુ થયું છે. કમલનાથ સરકારના 6 મંત્રીઓ સહિત 17 ધારાસભ્યો બગાવત કરી બેંગલુરૂ પહોંચી ગયા છે. બે મંત્રીઓ પહેલાથી જ ત્યાં હાજર હતા. આ ધારાસભ્યોને ત્રણ ચાર્ટર પ્લેનની મદદથી દિલ્હીથી બેંગલુરૂ લઈ જવામાં આવ્યા છે. આ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો આશરે 3.30 વાગ્યે બેંગલુરૂ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ તમામ મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંઘિયા ગ્રુપના હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભાજપના નેતાઓ સાથે કરી મુલાકાતઃ સૂત્રો
સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવારે સાંજે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે થઈ હતી. આ મુલાકાતમાં સિંધિયાને રાજ્યસભા મોકલવાની ફોર્મુલા પર સહમતિ બની છે. સૂત્રોના કહેવા મુજબ, સિંધિયા કેન્દ્રમાં કેબિનેટ મંત્રીનું પદ પણ ઈચ્છે છે.
રાજ્યસભા ચૂંટણી કારણભૂત ? એક તરફ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બીજેપી પર સરકાર પાડવા તમામ પ્રયત્નો કરતી હોવાનો આરોપ લગાવી રહી છે. આ સ્થિતિમાં સિંધિયાની બીજેપીના નેતાઓ સાથે મળવાની ઘટના રાજકીય રીતે ઘણી મહત્વની માનવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં હાલ જે રાજકીય ઘટનાક્રમ થઈ રહ્યો છે તેની પાછળ રાજ્યસભા ચૂંટણી મૂળ કારણ માનવામાં આવે છે. MP વિધાનસભાનું ગણિત મધ્યપ્રદેશ વિધાનસભામાં 230 સીટ છે. જેમાંથી હાલ બે સીટ ખાલી છે. હાલ રાજ્યમાં કુલ 228 ધારાસભ્યો છે. જેમાંથી કોંગ્રેસના 114, ભાજપના 107, અપક્ષના બે, બહુજન સમાજ પાર્ટીના બે અને સમાજવાદી પાર્ટીનો એક ધારાસભ્ય છે. કોંગ્રેસને અપક્ષના ચાર અને બીએસી તથા સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોનું સમર્થન છે. પરિમલ નથવાણી આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભા ઉમેદવાર બનશે, જાણો વિગત શેરબજારમાં માતમ, રિલાયન્સના શેરમાં બોલ્યો મોટો કડાકો, ગુમાવ્યો નંબર 1નો તાજDelhi: Congress leader Jyotiraditya Scindia reaches his residence. pic.twitter.com/M8TlZG9xmE
— ANI (@ANI) March 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement