શોધખોળ કરો

Maharashtra: MVA માંથી કોણ હશે CM ચહેરો ? શરદ પવારે આપ્યું મોટુ અપડેટ  

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન NCP-SP ચીફ શરદ પવારનું મોટું નિવેદન સામે આવ્યું છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન NCP-SP ચીફ શરદ પવારનું મોટું નિવેદન સામે આવ્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ રાજકારણમાંથી ક્યારે નિવૃતિ લેશે તો તેમણે કહ્યું, 'હું ભલે ચૂંટણી લડવાથી દૂર રહીશ, પરંતુ પાર્ટી સંગઠન અને રાજકારણથી દૂર નહીં રહીશ. મેં 14 વખત ચૂંટણી લડી છે. હવે આપણે નવી પેઢી અને પક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તેને મજબૂત બનાવવી પડશે. ઘણા એવા રાજનેતાઓ છે જેઓ ચૂંટણી લડતા નથી પરંતુ પાર્ટીનું કામ કરે છે, હું એ ક્ષમતા માટે જાણીતો છું.

MVAમાંથી કોણ બનશે CM ? 

આ ઉપરાંત, આજતકના ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યું કે મહા વિકાસ આઘાડીએ ઉદ્ધવ ઠાકરે અથવા અન્ય કોઈને મુખ્યમંત્રી ચહેરા તરીકે કેમ રજૂ કર્યા નથી. તેના પર તેમણે કહ્યું, "આની કોઈ જરૂર નહોતી કારણ કે અમારું કોમ્બિનેશન  ચૂંટણી લડવાનું છે. અમે આ નિર્ણય એટલા માટે લીધો છે કે ચૂંટણી જીતવામાં કોઈ મુશ્કેલી ન પડે. ચૂંટણીમાં જેમના ઉમેદવાર વધુ જીતે છે તેના આધારે નિર્ણય લેવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી રહ્યા હતા, ત્યારે પણ કોઈએ કંઈ કહ્યું નહીં, મેં જાતે જ તેમનો હાથ આગળ કર્યો હતો. 

પવારે અસલી અને નકલી NCP વચ્ચેની લડાઈ પર પણ વાત કરી  

અસલી અને નકલી એનસીપી વચ્ચેની લડાઈ પર શરદ પવારે કહ્યું, "અજિત પવારે અલગ લાઇન લીધી છે. પરંતુ, લોકોએ અમને કામ કરવા માટે સમર્થન આપ્યું. તેથી જ અમે લોકસભામાં આઠ બેઠકો પર જીતી શક્યા." આ સાથે રાહુલ ગાંધીને લઈને પવારે વધુમાં કહ્યું કે હવે તેમની લોકો સાથે વાત કરવાની અને સમાજના વિવિધ વર્ગના લોકોને મળવાની રીતમાં ઘણો સુધારો થયો છે. ભાજપ સાથે જવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે મહા વિકાસ આઘાડીને પૂર્ણ બહુમત મળશે અને અમે સરકાર બનાવીશું. 

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં એક તબક્કામાં મતદાન થશે. 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. મહારાષ્ટ્રમાં આ વખતે ચૂંટણીનો મુકાબલો રસપ્રદ બનવાનો છે, કારણ કે મહાયુતિ અને મહા વિકાસ આઘાડી એમ ત્રણેય પક્ષો સામસામે છે. મહાગઠબંધનમાં શિંદે જૂથની શિવસેના અને અજિત જૂથની NCP સાથે ભાજપ અને ઉદ્ધવ જૂથની શિવસેના અને MVAમાં કોંગ્રેસની સાથે શરદ જૂથની NCPનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
Embed widget