(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra Nigh Curfew: મહારાષ્ટ્રમાં સતત વધતાં કોરોના સંક્રમણને લઈ સરકારે 28 માર્ચથી નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી
રાજ્યમાં સતત વધી રહેલા સંક્રમણને લઈ રાજ્ય સરકાર દ્વારા રવિવાર 28 માર્ચથી રાત્રી કર્ફ્યૂ (Night curfew)લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM)ની અધ્યક્ષતામાં આજે જિલ્લા કલેક્ટરો અને વિભાગીય કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાયા બાદ સરકારે નાઈટ-કર્ફ્યૂનો નિર્ણય લીધો છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યમાં કોરોનાવાયરસ (Coronavirus)ના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં સતત વધી રહેલા સંક્રમણને લઈ રાજ્ય સરકાર દ્વારા રવિવાર 28 માર્ચથી રાત્રી કર્ફ્યૂ (Night curfew)લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM)ની અધ્યક્ષતામાં આજે જિલ્લા કલેક્ટરો અને વિભાગીય કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાયા બાદ સરકારે નાઈટ-કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. આ અગાઉ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે કહ્યું હતું કે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન ફરી લાગુ કરવું જોઈએ કે નહીં તે વિશેનો નિર્ણય મહાવિકાસ આઘાડી સરકાર 2 એપ્રિલ પછી લેશે.
આ દરમિયાન મહારાષ્ટ્રમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી મોલ બંધ રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav thackray)એ લોકોને કોરોના ગાઈડલાઈન(Corona)નું કડક પાલન કરવા માટે અપીલ કરી છે.
નાયબ મુખ્ય પ્રધાને રાજ્યની પરિસ્થિતિ વિશે આજે સમીક્ષા કરી હતી. આજની બેઠકમાં ટોચના સરકારી અધિકારીઓ, મેડિકલ નિષ્ણાતો તથા સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. એમાં તમામનો એવું મંતવ્ય હતું કે જો કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધતી જ રહે તો આપણી પાસે ફરી કડક લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે(Ajit pawar) લોકોને ચેતવણી આપી છે કે તેઓ કોવિડ-19(Covid-19)ને લગતા નિયમોનું કડક રીતે પાલન કરે નહીં તો મહારાષ્ટ્ર સરકારને ફરી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડશે. અમે 2-એપ્રિલ સુધી પરિસ્થિતિનું નિરીક્ષણ કરીશું અને જો અમને જણાશે કે લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરતા નથી તો સરકાર પાસે લોકડાઉન લાગુ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે.
ગુજરાતમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 2190 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,96, 320 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,81,707 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ 10134 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.