મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ, સંક્રમણ વધતાં સરકારે ક્યાં મોટા 10 નિર્ણય લીધા?
મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં 1 એપ્રિલે 43,183 નવા કેસ નોંધાયા છે અને 249ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 3,66,533 એક્ટિવ છે. સ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં 1 એપ્રિલે 43,183 નવા કેસ નોંધાયા છે અને 249ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 3,66,533 એક્ટિવ છે. સ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે.
મહારાષ્ટ્રમાં કોરોની સ્થિતિ ચિંતાજનક છે. સતત વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે મહારાષ્ટ્ર સરકારે 10 મહત્વના નિર્ણય લીધા છે. ક્યાં દસ મહત્વના નિર્ણય લીધા છે. જાણીએ..
મહારાષ્ટ્ર સરકારના 10 મહત્વપૂર્ણ નિર્ણય
- મહારાષ્ટ્ર સરકારે રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવી દીધો છે. 5થી વધુ લોકોને આ સમયે ભેગા થવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
- માસ્ક ન પહેરનાર માટે દંડની રકમ વધારીને 500 રૂપિયા કરી દેવાઇ છે. જે પહેલા 200 રૂપિયા હતી.
- રોડ પર થૂંકવા પર 1000ના દંડની રકમ નક્કી કરાઇ છે.
- બધા જ સાર્વજનિક સ્થળ બગીચા, રેસ્ટોરન્ટ, ખુલ્લા મેદાન, મોલ રાત્રે 8થી સવારે સાત વાગ્યા સુધી બંધ રહેશે.
- અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.
- રેસ્ટોરન્ટ અને હોટેલમાં રાત્રે હોમ ડિલીવરી થશે. રાત્રે 8 વાગ્યે રેસ્ટોરન્ટ, હોટેલ બંધ કરી દેવાના આદેશ અપાયા છે.
- મોલ, રેસ્ટોરન્ટ, ઓડિટોરિયમ, મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન રાત્રે 8 વાગ્યેથી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે.
- બધા જ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ઉપરાંત રાજનૈતિક રેલી અને જાહેર સભા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
- લોકોને માસ્ક અને સતત હેન્ડ વોશ અને સેનેટાઇઝ કરવાની અને સામાજિક અંતર જાળવાના આદેશ કરાયા છે.
- સબ્જી માર્કેટ, ફ્રૂટ માર્કેટ, ફિશ માર્કેટમાં અંતર જાળવીને દુકાન લગાવવાના આદેશ આપવામાં આવ્યાં છે.
મહારાષ્ટ્રમાં 1 એપ્રિલે 43,183 નવા કેસ નોંધાયા છે અને 249ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 3,66,533 એક્ટિવ છે.મહારાષ્ટ્રમાં 1 એપ્રિલે 43,183 નવા કેસ નોંધાયા છે અને 249ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 3,66,533 એક્ટિવ છે. રાજધાની મુંબઇમાં ગુરુવારે 8646 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત થયા છે. નાગપુર જિલ્લામાં ગુરુવારે 24 કલાકમાં 3,630 નવા કેસ નોંધાયા છે અને 60 લોકોના મૃત્યુ થયા છે. નાગપુરમાં અત્યાર સુધીમાં 2,29,668 કેસ નોંધાયા છે અને 5.158ના મોત થયા છે. નાગપુર જિલ્લામાં કુલ 39,973કેસ એક્ટિવ છે.