Maharashtra election: શિવસેના શિંદે જૂથે 45 ઉમેદવારો કર્યા જાહેર, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. શિવસેના શિંદે જૂથ દ્વારા પણ પોતાના પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. શિવસેના શિંદે જૂથ દ્વારા 45 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે કોપરી પાચપાખડી બેઠક પરથી ચૂંટણી લડશે.
जय महाराष्ट्र
हिंदुहृदयसम्राट वंदनीय शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे आणि वंदनीय धर्मवीर आनंद दिघे साहेबांच्या आशीर्वादाने, शिवसेनेचे मुख्य नेते आणि मुख्यमंत्री मा. ना. श्री. एकनाथजी शिंदे यांच्या आदेशानुसार महाराष्ट्र विधानसभा निवडणूक - २०२४ साठी शिवसेना पक्षाच्या अधिकृत… pic.twitter.com/pym7h5XiF7— Shivsena - शिवसेना (@Shivsenaofc) October 22, 2024
રવિન્દ્ર વાયકરના પત્ની મનીષા વાયકરને ટિકિટ આપવામાં આવી છે. અર્જુન ખોતકરને જાલનાથી ટિકિટ આપવામાં આવી છે. રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે સામે સદા શંકર સરવણકરને ટિકિટ આપવામાં આવી છે.
આગામી વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગેની વાતચીત લગભગ અંતિમ તબક્કામાં છે. તેને જોતા તમામ પક્ષોએ ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ મહાયુતિમાં 152થી 155 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના 70 થી 80 બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતા છે અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 52 થી 54 બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે.
આજે જ MNSએ યાદી જાહેર કરી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ પણ તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 45 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ ચૂંટણીમાં રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અમિત ઠાકરેને માહિમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. MNSની આ બીજી યાદી હતી.
તમને જણાવી દઈએ કે રાજ ઠાકરેએ શિવસેનાથી અલગ થઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી હતી. 2009ની વિધાનસભા ચૂંટણીમાં રાજની પાર્ટીના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા અને ધારાસભ્ય બન્યા હતા. પરંતુ ત્યારપછી પાર્ટીનું પ્રદર્શન સતત નબળુ રહ્યું છે. વર્તમાન સમયની વાત કરીએ તો MNS પાસે માત્ર એક ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં રાજ ઠાકરે આ ચૂંટણીમાં સમજી વિચારીને ઉમેદવારો ઉભા રાખી રહ્યા છે. આ ચૂંટણીમાં MNS કેટલી સીટો જીતે છે તે જોવું રહ્યું.

