શોધખોળ કરો
Advertisement
શરદ પવાર સાથે મીટિંગ બાદ માન્યા સોનિયા ગાંધી, શિવસેના સાથે ગઠબંધનને આપી લીલી ઝંડી
સોનિયા ગાંધીએ બુધવારે એનસીપી પ્રમુખ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. મુલાકાત બાદ આ વાત સામે આવી છે. એનસીપીના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે.
મુંબઈઃ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે બેઠક બાદ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના સાથે ગઠબંધન કરવા તૈયાર થઈ છે. એનસીપીના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે.
સોનિયા ગાંધીએ બુધવારે એનસીપી પ્રમુખ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. મુલાકાત બાદ આ વાત સામે આવી છે. આજે સાજે દિલ્હીમાં કોંગ્રેસ-NCPની બેઠક યોજાવાની છે, જેમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે ચર્ચા થશે.Congress-NCP meeting underway at Sharad Pawar's residence in Delhi pic.twitter.com/O7b1A6Z2Nd
— ANI (@ANI) November 20, 2019
કોંગ્રેસના કેટલાક સૂત્રોએ એવી સ્પષ્ટતા કરી કે, જો શિવસેના કોઈપણ પ્રકારનો સાંપ્રદાયિક એજન્ડા ચલાવશે તો કોંગ્રેસ તરત સરકારમાંથી હટી જશે. સૂત્રોના દાવા પ્રમાણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી સરકાર રચવાને લઈ સહમતિ બની ગઈ છે અને આ માટે કોંગ્રેસ તથા શિવસેના વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.Congress leaders arrive at NCP Chief Sharad Pawar's residence in Delhi for a meeting. #MaharashtraGovtFormation pic.twitter.com/WlW251Cw3a
— ANI (@ANI) November 20, 2019
મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી છે. ત્રણેય મળીને આસાનીથી સરકાર બનાવી શકે છે. રાજ્યમાં બહુમત માટેના 145ના આંકડા સામે ત્રણેય પાર્ટીઓના મળીને 154 ધારાસભ્યો છે. 105 સીટ જીતીને રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યું હતું.Congress-Nationalist Congress Party (NCP) Maharashtra Coordination committee to meet in Delhi today. Shiv Sena leader Sanjay Raut will meet Sharad Pawar after the Congress-NCP meet.
— ANI (@ANI) November 20, 2019
વિરાટ કોહલીને 2019માં મળ્યો આ ખાસ એવોર્ડ, જે પહેલા મળી ચુક્યો છે તેની પત્ની અનુષ્કાને, જાણો વિગત રાજ્યસભામાં સીટ બદલાવાથી ભડક્યા સંજય રાઉત, સભાપતિને પત્ર લખી કહી આ વાત વિરાટ કોહલીએ ધોની સાથેની જૂની તસવીર કરી શેર, કહી આ મોટી વાતDelhi: Meeting of Maharashtra Congress leaders with party leaders KC Venugopal and Mallikarjun Kharge underway at Congress headquarters. Balasaheb Thorat, Prithviraj Chavan and Naseem Khan present at the meeting.
— ANI (@ANI) November 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement