શોધખોળ કરો
વિરાટ કોહલીને 2019માં મળ્યો આ ખાસ એવોર્ડ, જે પહેલા મળી ચુક્યો છે તેની પત્ની અનુષ્કાને, જાણો વિગત
પેટા ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, કોહલીએ જાનવરો સાથે સારા વર્તન માટે અનેક પ્રયાસ કર્યા છે.
![વિરાટ કોહલીને 2019માં મળ્યો આ ખાસ એવોર્ડ, જે પહેલા મળી ચુક્યો છે તેની પત્ની અનુષ્કાને, જાણો વિગત Team India skipper Virat Kohli named PETA India s 2019 Person of the Year વિરાટ કોહલીને 2019માં મળ્યો આ ખાસ એવોર્ડ, જે પહેલા મળી ચુક્યો છે તેની પત્ની અનુષ્કાને, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/20165606/virat-kohli.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેંટ ઓફ એનિમલ્સ (PETA)એ ભારતનો ‘પર્સન ઓફ ધ યર 2019’ જાહેર કર્યો છે. આ એવોર્ડ વિરાટનીપત્ની અનુષ્કા શર્માને પહેલા જ મળી ચુક્યો છે.
પેટા ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, કોહલીએ જાનવરો સાથે સારા વર્તન માટે અનેક પ્રયાસ કર્યા છે. તેણે આમેર કિલ્લામાં સવારી માટે ઉપયોગમાં લેવાતા હાથીને છોડાવવા માટે પેટા ઈન્ડિયા તરફથી અધિકારીઓને પત્ર લખ્યો હતો. આ હાથીને આ વ્યક્તિઓ દ્વારા નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. કોહલી બેંગલુરુમાં જાનવરોના એક આશ્રમમાં ઘાયલ કૂતરાઓને મળવા ગયો હતો. જે બાદ તેણે પ્રશંસકો જાનવરો ખરીદવાના બદલે દત્તક લેવાની અપીલ કરી હતી.
પેટા ઈન્ડિયાના ડિરેક્ટર સચિન બાંગેરાએ કહ્યું કે, વિરાટ કોહલી જાનવારો માટે ઘણું કામ કરી રહ્યો છે. અમે તમામને તેની પાસેથી પ્રેરણા લેવની અપીલ કરીએ છીએ.
![વિરાટ કોહલીને 2019માં મળ્યો આ ખાસ એવોર્ડ, જે પહેલા મળી ચુક્યો છે તેની પત્ની અનુષ્કાને, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/20165630/peta-300x226.jpg)
આ પહેલા કોંગ્રેસ નેતા શશિ થરૂર, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ કેએસ પણિકર રાધાકૃષ્ણન, અનુષ્કા શર્મા, હેમા માલિની, કપિલ શર્મા, સની લિયોની, આર માધવન અને જેકલીન ફર્નાન્ડીઝને પણ પેટાનો પર્સન ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવી ચુક્યો છે. વિરાટ કોહલીએ ધોની સાથેની જૂની તસવીર કરી શેર, કહી આ મોટી વાત રાજ્યસભામાં સીટ બદલાવાથી ભડક્યા સંજય રાઉત, સભાપતિને પત્ર લખી કહી આ વાતVirat Kohli named PETA India's 2019 Person of the Year Read @ANI Story | https://t.co/Zp5ZMBLVo8 pic.twitter.com/K1SU3bEH24
— ANI Digital (@ani_digital) November 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)