શોધખોળ કરો
Advertisement
મમતા બેનર્જીએ આતંકી હુમલા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ચૂંટણી પહેલા જ કેમ થયો આતંકી હુમલો?
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે પુલવામા આતંકી હુમલાના સમયને લઈને સવાલ ઉભા કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે શું સરકાર યુદ્ધ કરવા ઈચ્છે છે. તેમણે આરોપ લગાવ્યો કે, આતંકી હુમલાની મદદથી ભાજપ અને આરએસએસ સાંપ્રદાયિક તણાવને પ્રોત્સાહન આપી રહ્યા છે. નોંધનીય છે કે, આ પુલવામાં હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
મમતા બેનર્જીએ સવાલ કર્યો કે જવાનોને એરલિફ્ટ કેમ ન કરવામાં આવ્યા. તેમાં કેટલા પૈસા ખર્ચ થાય છે. સાથે જ મમતાએ કહ્યું કે સરકારને એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ જેઓએ હુમલાને અંજામ આપ્યો છે, પરંતુ આવા સમયે ભાજપ-આરએસએસે કોમી રમખાણો કરવાનો પ્રયાસ કર્યો તો દેશ માફ નહીં કરે. મમતાએ પોતાનો ફોન ટેપ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 44 જવાન શહીદ થયા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઇ છે. લોકો સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમોથી આ હુમલાનો બદલો લેવાની વાત કરી રહ્યાં છે. જો કે આ મુદ્દે રાજકીય નિવેદનો પણ થઇ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion