શોધખોળ કરો
Advertisement
બહેન બનાવી 15 વર્ષની સગીરા પર કર્યો રેપ, લગ્નની વિધિ પણ કરી, પછી.......
પોલીસે આ મામલે દીકરાનો સાથ આપવા માટે તેની માતાની પણ ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા પણ યુવક સામે કોતવાલી પોલીસ સ્ટેશનમાં છેડતીનો મામલો નોંધાયો હતો.
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં 15 વર્ષની માસૂમને બહેન બનાવી તેની સાથે દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. છોકરાએ માસૂમન વીડિયો બનાવી લીધો હતો, જેને વાયરલ કરવાની ધમકી આપીને છેલ્લા 10 મહિનાથી તેનું શારીરિષ શોષણ કરતો હતો.
પોલીસે આ મામલે દીકરાનો સાથ આપવા માટે તેની માતાની પણ ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા પણ યુવક સામે કોતવાલી પોલીસ સ્ટેશનમાં છેડતીનો મામલો નોંધાયો હતો. જેમાં તે જામીન પર બહાર આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ખૈરાતી બજાર નિવાસી આરોપી સચિન મિશ્રાના ઘરે તેના પિતાની પરિચિત દીકરી આવતી-જતી હતી. જેને સચિન ધર્મની બહેન કહેતો હતો. 26 સપ્ટેમ્બર 2018ના રોજ પ્રથમ વખત તેણે ભાઇ-બહેનના સંબંધની આડમાં માસૂમને હવસનો શિકાર બનાવી હતી અને વીડિયો પણ ઉતારી લીધો હતો. જે બાદ તે વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. ડરના માર્યા કિશોરી કોઈને કંઈ કહેતી નહોતી.
ત્રણ ઓક્ટોબરે આરોપીની માતાએ ઘરના મંદિરમાં જ કિશોરીને સાડી પહેરાવી લગ્ન જેવી વિધિ કરી દીધી હતી. જે બાદ કિશોરીએ શનિવારે તેના પિતાને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો. રવિવારે તેમણે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. વિવિધ કલમો અંતર્ગત મામલો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના આ સ્ટાર ખેલાડીના નામે T-20માં નોંધાયો શરમજનક વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગત
અરવલ્લી ભાજપમાં ગાબડું, 100 કાર્યકરો કમળનો સાથ છોડી કોંગ્રેસમાં સામેલ થયા
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બાલરનો દાવો, કહ્યું- મારી વાત માનતા જ ખતરનાક થઈ ગયો શમી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement