Manipur Violence: મણિપુરના ઇમ્ફાલમાં ફરી હિંસા, ટોળાએ કેન્દ્રિય મંત્રીનું ઘર સળગાવ્યું
મણિપુરના ઈમ્ફાલમાં ગુરુવારે (15 જૂન) રાત્રે ટોળાએ કેન્દ્રિય મંત્રી આરકે રંજન સિંહના ઘરને આગ ચાંપી દીધી હતી
Manipur Violence: મણિપુરના ઈમ્ફાલમાં ગુરુવારે (15 જૂન) રાત્રે ટોળાએ કેન્દ્રિય મંત્રી આરકે રંજન સિંહના ઘરને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટના સમયે કેન્દ્રિય મંત્રી ઘર પર હાજર નહોતા.
Manipur | A mob torched Union Minister of State for External Affairs RK Ranjan Singh's residence at Kongba in Imphal on Thursday late night: Manipur Government
— ANI (@ANI) June 16, 2023
Manipur Violence: મણિપુરના ઈમ્ફાલમાં ગુરુવારે (15 જૂન) રાત્રે ટોળાએ કેન્દ્રિય મંત્રી આરકે રંજન સિંહના ઘરને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટના સમયે કેન્દ્રિય મંત્રી ઘર પર હાજર નહોતા.
એટલું જ નહીં ટોળાએ ન્યુ ચેકોનમાં બે મકાનો પણ સળગાવી દીધા હતા. જે બાદ સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ પહેલા 14 જૂનના રોજ અજાણ્યા લોકોએ ઇમ્ફાલના લામ્ફેલ વિસ્તારમાં મહિલા મંત્રી નેમચા કિપજેનના સત્તાવાર નિવાસસ્થાને પણ આગ લગાવી દીધી હતી.
It is very sad to see what is happening in my home state. I will still continue to appeal for peace. Those indulging in this kind of violence are absolutely inhuman: Mos MEA Rajkumar Ranjan Singh to ANI
— ANI (@ANI) June 16, 2023
મણિપુરમાં હિંસા યથાવત છે. સમાચાર એજન્સી ANI અનુસાર, મંગળવારે (13 જૂન)ના રોજ ઉગ્રવાદીઓ દ્વારા અચાનક કરવામાં આવેલા ગોળીબારમાં 9 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન તોફાની તત્વોએ ખમેનલોક ગામના અનેક ઘરોને પણ આગ ચાંપી દીધી હતી. તામેંગલોંગ જિલ્લાના ગોબાજંગમાં પણ અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
I am currently in Kerala for official work. Thankfully, nobody got injured last night at my Imphal home. The miscreants came with petrol bombs and damage has been done to the ground floor and first floor of my home: Mos MEA Rajkumar Ranjan Singh to ANI
— ANI (@ANI) June 16, 2023
આ સમયે રાજ્યમાં કેવી સ્થિતિ છે
આ સમયે મણિપુરમાં સ્થિતિ ખૂબ જ તણાવગ્રસ્ત છે. રાજ્યના 16માંથી 11 જિલ્લામાં કર્ફ્યુ લાગુ છે, જ્યારે ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે. એટલું જ નહીં, લોકોને પ્રાથમિક જરૂરિયાતો માટે પણ સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં એક મહિનાથી વધુ સમયથી શાંતિ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ જતા જણાય છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, એક મહિના પહેલા મણિપુરમાં મેઇતી અને કુકી સમુદાયો વચ્ચેની હિંસામાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 310 અન્ય ઘાયલ થયા હતા. રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે સેના અને અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.